જ્યારે કોહલીને મળી ધોનીની ‘વિરાટ’ સલાહ અને બદલાઈ ગયું મેચનું પરિણામ

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રવિવારે વિરાટ કોહલી માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીની સલાહ ઘણી ફાયદાકારક સાબિત થઈ. ભારતે દક્ષિણ આફ્રિકા ટીમને માત્ર 191 રનના સ્કોર પર તંબૂ ભેગી કરીને જીત હાંસલ કરી લીધી હતી. મેચ દરમ્યાન કેપ્ટન કોહલીને ધોનીની એવી સલાહ મળી જેને જાણીને સૌ કોઈ ચકિત થઈ ગયું.

દક્ષિણ આફ્રિકાની બેટિંગ દરમ્યાન 43મી ઓવરમાં કોહલીએ જસપ્રીત બુમરાહના હાથમાં બોલ સોંપ્યો હતો. આ વખતે વિરાટ સ્લિપ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. પરંતુ ધોનીએ વિરાટને કહ્યું કે તે બુમરાહને બદલે  ભુવનેશ્વર કુમાર પાસે બોલિંગ કરાવે. ધોનીની આ સલાહ બાદ બોલિંગમાં બદલાવ કરવામાં આવ્યો અને ભુવી બોલિંગ માટે આવ્યો હતો. આ ઓવરમાં ભુવીએ ધમાકો બોલાવતા સતત બે બોલ પર બે વિકેટો ખેરવી હતી. આમ કરીને ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાને 200 રનથી ઓછા સ્કોર પર રોકવામાં સફળ થઈ હતી.

મેચ બાદ કોહલીએ ધોનીના વખાણ કરતા કહ્યું હતું ધોનીની સલાહ હંમેશા સફળ નીવડે છે. આવા અનુભવી ખેલાડીથી મળનારી સલાહ અનમોલ હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના જાન્યુઆરીમાં ધોનીએ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ છોડી હતી ત્યારે તેણે બોર્ડને કહ્યું હતું કે તે મેદાન પર વિરાટની મદદ કરતો રહેશે. ધોની સતત વિરાટની મેદાન પર અને મેદાનની બહાર નિર્ણયો લેવામાં મદદ કરી રહ્યો છે. જેનો ફાયદો ટીમ ઇન્ડિયાને તો થઈ રહ્યો છે પરંતુ કેપ્ટન તરીકે વિરાટ કોહલીને પણ પરિપક્વ બનાવી રહ્યું છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage