VIDEO: આ કારણથી વિમ્બલડનમાં પુરુષ દર્શકને પહેરાવાયું સ્કર્ટ

વિમ્બલડન ટૂર્નામેન્ટ દરમિયાન એક અજીબોગરીબ ઘટનાએ ચર્ચા જગાવી છે. વિમ્લડનમાં એક પ્રદર્શની મેચ દરમિયાન નિવૃત્ત થઇ ચૂકેલી બેલ્જિયમની કિમ કિલસ્ટર્સે એક દર્શક સાથે એવી હરકત કરી કે જેને નિહાળીને હાજર લોકો હસી હસીને લોટપોટ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિમ્બલડનમાં ડ્રેસ કોડ પણ પોતાની અલગ ઓળખ રાખે છે. આ ટૂર્નામેન્ટમાં ખેલાડી સફેદ ડ્રેસમાં જ કોટ પર ઉતરી શકે છે.

વાસ્તવમાં મહિલાઓની ડબલ્સ ટૂર્નામેન્ટ દરમિયાન બેલ્જિયમની કિમ કિલસ્ટર્સને કંઇક અખતરો કરવાનું સૂઝયું હતું. ત્યાર બાદ તેણે એવું કર્યું કે, મેચ જોઇ રહેલા દરેક લોકો હાસ્ય રોકી શક્યા ન હતા. જેમાં કિલસ્ટર્સે ગેલેરીમાં હાજર દર્શકોને પૂછયું કે, પોઇન્ટ બનાવવા માટે ક્યાં સર્વિસ કરવી જોઇએ ત્યારે કોઇએ કહ્યું કે, બોડી પર.

આ જવાબ સાંભળીને કિલસ્ટર્સે એ દર્શકને કહ્યું કે, તમે શા માટે કોટમાં નથી આવી જતા. પહેલા તો કિલસ્ટર્સે એ દર્શકને રોકેટ આપ્યું ત્યાર બાદ સફેદ સ્કર્ટ પણ લઇ આવી અને આ ભારેખમ શરીરવાળા દર્શકને સ્કર્ટ પહેરાવ્યું હતું. જો કે, આ સમગ્ર ઘટના સમયે હાજર લોકો હસી હસીને લોટપોટ થઇ ગયા હતા. ખુદ ચાર વખતની સિંગલ્સ ગ્રેંડ સ્લેમ ચેમ્પિયન રહેલી કિલસ્ટર્સ પણ હસતા હસતા મેદાન પર જ આડી પડી ગઇ હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter