Whatsappમાં 12 નવેમ્બર પહેલા કરવા પડશે આ ફેરફાર, નહીતો….

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp નું એક નવું અપડેટ ચેટ બેકઅપ લેવાની રીતથી બધી જ રીતે બદલાઇ રહ્યું છે. જ્યાં પહેલા આપણે WhatsApp ના બેકઅપ લેવા માટે ગૂગલ Drive નો ઉપયોગ કરતા હતા. ત્યાં હવે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરવાની જરૂર નહીં રહે.

WhatsAppની પેરેન્ટ કંપની ફેસબૂક અને ગૂગલ વચ્ચે એક ડીલ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે, જેનાથી તમામ વપરાશકર્તા WhatsApp બેકઅપ પોતાના પર્સનલ એકાઉન્ટમાં રહીને એકદમ ફ્રીમાં લઈ શકતા હતા.

જો કે, WhatsApp અને ગૂગલ વચ્ચે તાજેતરમાં જ થયેલ એક એગ્રીમેન્ટ મુજબ 12 નવેમ્બરથી WhatsApp નું બેકઅપ ગૂગલ ક્લાઉડ સ્ટોરેજની જગ્યા પ્રાપ્ત થઇ શકશે નહીં. ત્યારબાદ WhatsApp મીડિયા, ટેકસ્ટ અને મેમા સહિત દરેક પ્રકારનો ડેટા ગૂગલના એકાઉન્ટ પર સીધી જ રીતે બેકઅપ લઇ શકાશે.

આ  રીતે લો Chat Backup
– સૌથી પહેલા પોતાના ફોનને ગૂગલ એકાઉન્ટ સાથે એક્ટિવેટ કરો અને ત્યારબાદ ગૂગલ ડ્રાઇવ સેટઅપ Install કરો.
– ત્યારબાદ વ્હોટસેપમાં સાઇડમાં આપેલ ડોટ પર જાવ, આ બટન પર ક્લિક કર્યા બાદ menu માં જાવ, આ ઘટના બાદ સેટિંગ્સમાં જાવ જેમાં Chat માં જઇને બેકઅપમાં ચેટને સિલેક્ટ કરવું જોઇએ.

આપને જણાવી દઇએ કે, નવેમ્બરમાં WhatsApp ના એપડેટ થવાની સાથે જુનાં WhatsAp બેકઅપ(Photo, Video, Chat) જેને આખુ વર્ષ અપડેટ નહીં કરેલ હોય તે વ્યક્તિનો ડેટા ડિલીટ થઇ જશે. તો 12 નવેમ્બર પહેલા તમામે પોતાનું બેકઅપ લઇ લેવું જોઇએ. અત્રે જણાવી દઇએ કે, કંપની દ્વારા વપરાશકર્તાને બેકઅપ લેતી વખતે WiFiનો ઉપયોગ કરવા જણાવાયેલ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter