GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Whatsapp : એક કલાક પછી પણ ડિલિટ કરી શકાશે Send કરેલા મેસેજ

વોટ્સએપે ડિલિટ ફોર એવરી વન ફિચરને અપડેટ કર્યું છે. અપડેટ બાદ હવે યુઝર્સ મોકલેલા  મેસેજને 4096 સેકેન્ડ અછવા 68 મિનિટ અને 16 સેકેન્ડ બાદ પણ ડિલિટ કરી શકે છે. જ્યારે અગાઉ આ સમય મર્યાદા ફક્ત 420 સેકેન્ડ એટલે કે 7 મિનિટની હતી. હાલ આ ફિચરની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે.

હાલ આ ફિચર વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.69 માટે પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિચરનું સ્ટેબલ વર્ઝન એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ટૂંક સમયમાં રિલિઝ કરવામાં આવશે. એટલે કે હાલ ફક્ત વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ જ આ ફિચરનો લાભ લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપે ગત વર્ષે નવેમ્બરમાં દુનિયાભરના એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ યુઝર્સ માટે ડિલિટ ફોર એવરીવન ફિચર લોન્ચ કર્યુ હતુ. અત્યાર સુધી આ ફિચરનો ઉપયોગ યુઝર્સ સેન્ડ કરેલા મેસેજને 7 મિનિટની સમય મર્યાદામાં ડિલિટ કરી શકતા હતા. સેન્ડ કરવામાં આવેલા ટેક્સ્ટ અને મિડિયા ફાઇલ્સ બંનેનો સમાવેશ થાય છે.

લોન્ચ બાદથી કેટલાંક લોકોનું માનવું છે કે ડિલિટ કરવા માટે નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા ઘણી ઓછી છે. તેવામાં વોટ્સએપ દ્વારા એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે નવી અપડેટ લોન્ચ કરવામાં આવ્યા બાદ લોકોની ફરિયાદ દૂર થઇ જશે. નવા અપડેટ બાદ યુઝર્સ એક કલાક પછી પણ મેસેજ ડિલિટ કરીશ શકશે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!