Whatsappનું નવુ ફિચર, હવે ગ્રુપ ચૅટ બનશે વધુ મજેદાર

વૉટ્સએપે ગ્રુપ ફિચર માટે નવા ફિચર્સ લૉન્ચ કર્યા છે અને કહેવામાં આવ્યું છે કે હવે યુઝરને પહેલા કરતા વધુ સુવિધાઓ મળશે. આ અપડેટમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, નવા કંટ્રોલ અને વૉટ્સએપ એડમિનને પહેલા કરતા વધુ અધિકાર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

વૉટ્સએપના નવા ફચિરમાં ગ્રુપ બનાવનાર ડિસ્ક્રીપ્શનને સામેલ કરી શકાય છે. સાથે જ અન્ય મેમ્બર્સને પણ તેની પરવાનગી આપી શકે છે. આ ઉપરાંત કેટલાંક મેમ્બર્સને ડિસ્ક્રિપ્શન આપતા રોકી પણ શકે છે. ગ્રુપ એડમિનને તે અધિકાર મળશે કે ગ્રુપનો સબ્જેક્ટ અને આઇકન કોણ બદલી શકશે અને કોણ નહી. ગ્રુપ એડમિન અન્ય મેમ્બર્સને આપેલી પરમિશન માંથી દૂર પણ કરી શકે છે.

વૉટ્સએપ યુઝર્સને હવે મેન્શન ફિચર મળશે જેને ગ્રુપ કેપ અપ નામ આપવામાં આવ્યું છે. આ ફિચરનો  લાભ એ છે કે તેમાં યુઝર્સ તે તમામ મેસેજને જોઇ શકશે જેમાં તેને મેન્શન કરવામાં આવ્યા છે. તેના માટે યુઝરે @ બટનને ટેપ કરવાનું રહેશે જે ચૅટ બૉક્સની નીચે જમણી બાજુ નીચેની તરફ જોવા મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter