Whatsappનું ખાસ ફિચર, Delete Fileને ફરીથી કરી શકાશે Download

વૉટ્સએપ પર આપણાંમાંથી ઘણાં યુઝર્સ સાથે એવું થયું હશે કે વૉટ્સએપ પર મૂકેલી ફાઇલ ભૂલથી ડિલિટ થઇ જાય છે. તેનો જ ઉકેલ શોધતા વૉટ્સએપે પોતાના Delete For Everyone ફિચરમાં નવી અપડેટ રજૂ કરી છે. એક અહેવાલ અનુસાર હવે યુઝર્સ ડિલિટ થયેલા મીડિયાને વૉટ્સએપ સર્વર પરથી ફરીથી ડાઉનલોડ કરી શકાશે.

યુઝર્સના મિડિયા ડાઉનલોડ કર્યા બાદ પણ વૉટ્સએપ સર્વર પર સ્ટોર રહે છે. અગાઉ યુઝર્સ જે મીડિયા ડાઉનલોડ નથી કરતાં તે 30 દિવસ સુધી સ્ટોર રહેતા હતી અને જે ડાઉનલોડ કરતા હતા તે આપમેળે જ વૉટ્સએપ સર્વર માંથી ડિલિટ થઇ જતું હતું.

CRICKET.GSTV.IN

 

આ ફેરફાર કરતાં વૉટ્સએપે નવી અપડેટ લૉન્ચ કરી છે જેમાં જો મીડિયા ડિલિટ પણ થઇ જાય તો તેને ફરીથી ડાઉનલોડ કરી શકાશે. ટેસ્ટિંગ દરમિયાન એક મહિના પહેલા જ આવેલી ફાઇલને સરળતાથી ડાઉનલોડ કરવામાં આવી.

કંપનીનું કહેવું છે કે સર્વર પર ડેટા સ્ટોર થયા બાદ પણ એપ્સ તેને સિક્યોર રાખે છે કારણ કે તે end-to-end encrypted છે.

ઉલ્લેખનીય છે કે હાલ આ ફિચર ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને iOS યુઝર્સે આ ફિચર માટે થોડી રાહ જોવી પડશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter