Whats App યુઝર્સ જાણી શકશે કયો મેસેજ ફોરવર્ડેડ છે,જાણો કેવી રીતે?

ઈંસટંટ મેસેજિંગ એપ વોટ્સપનાં કરોડો યુઝર્સ છે. ફેસબુક્ની માલિકી વાળી આ એપ્લિકેશન ખુબ જ લોકપ્રિય છે. આ એપ્લિકેશનમાં થયેલી નવી અપડેટ મુજબ હવે યુઝર્સ મોકાલાયેલો મેસેજ ફોરવર્ડેડ છે કે જેન્યુન તે જાણી શકશે. વોલ સટ્રીટ જર્નલનાં એક આર્ટિકલ મુજબ ભારતીય સેલફોન યુઝર્સનો મોટા ભાગનો ડેટા ફોરવર્ડેડ મેસેજને કારણે જ ફોનની સ્પેસ ઘટી જાય છે. અને વાત તો સાચી છે. રોજબરોજ વણજોઈતા ટપકી પડતાં ફાલતુ મેસેજ વાંચવાની પણ કોઈ તસદી નથી લેતું. માટે જ વોટ્સએપની નવી અપડેટ મુજબ હવે તમે મળેલ મેસેજ જેન્યુન છે કે નહિ તે જાણવાં માટે તેનાં પર ફોરવર્ડએડ એમ ટેગ કરેલું હશે. આનાથી યુઝર્સને પણ મેસેજનો સોર્સ કયો છે તે જાણવાં મળશે. આ ઉપરાંત તેનાંથી યુઝર્સ એન્હાંસમેંટ વધશે. હાલ આ વોટ્સઅપ બેટા પ્રોગ્રામ 2.18.179 પર ઉપલબ્ધ છે. આ અપડેટની વિશેષતાં એ છે કે

તે ફીચર મરજીયાત નહિ કરી શકાય. જેમ કે બ્લુ ટિક માટે સેટિંગ બદલાવતા જ તે અન્ય યુઝર્સ જોઈ શકતો નથી. આ અપડેટથી યુઝર્સ જેન્યુન મેસેજ વાંચવા પર વધુ ધ્યાન આપી શકશે. તે ઉપરાંત વોટ્સઅપની તાજેતરમાં થયેલી મીટિંગ ગ્રુપ વિડિયો કોલિંગ પર પણ કામ કરી રહી છે. જેમાં પ્રાથમિક ધોરણે એક સાથે 4 વ્યક્તિઓ કોલ કરી શકશે. જ્યારે ત્યારબાદ આ સુવિધા વધારવામાં આવશે.

ADVERTISMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter