ભારત સામે 23 જૂનથી શરૂ થયેલી સીરિઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર

ભારત સામે 23 જૂનના રમાવામાં આવનારી 5 વન ડે મેચની સીરિઝની પહેલી 2 મેચ માટે વેસ્ટઇન્ડિઝની ટીમની ઘોષણા કરવામાં આવી છે. અફધાનિસ્તાન સામે સીરિઝ રમી રહેલી 13 પ્લેયર્સની ટીમને જ રાખવામાં આવી છે ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.

અફધાનિસ્તાન સામે ચમાયેલી સીરિઝમાં ઇજા થવાને કારણે બહાર થયેલા ફાસ્ટ બૉલર શેનન ગૈબ્રિએલ હજુ સુધી ઠીક ન થવાને કારણે ભારત સામે નક્કી કરાયેલી ટીમમાં જગ્યા બનાવવા માટે નાકામ રહ્યો છે.

વેસ્ટઇન્ડિઝ માટે આ સીરિઝ 2019માં થનાર વર્લ્ડ કપમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવવા માટે મહત્વપૂર્ણ છે. હાલમાં ICC વન ડે રેન્કિંગમાં નવમાં સ્થાને છે. રેન્કિંગમાં ટોપ 8 ટીમને વર્લ્ડ કપમાં ડાયરેક્ટ એન્ટ્રી મળશે. બાકીની ટીમોને ક્વોલિફાઇચર ટૂર્નામેન્ટ રમવી પડશે.

અફધાનિસ્તાનની સામે રમાયેલી મેચમાં વરસાદ આવવામાં કારણે છેલ્લી અને 3જી મેચના કારણ આ સીરિઝ 1-1થી બરાબર રહી હતી.

ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), દેવેન્દ્ર બિશુ, જૉનાથન કાર્ટર, રોસ્ટન ચેસ, મિગ્યુએલ કમિંસ, શાઇ હોપ (વિકેટકીપર), અલ્જારી જોસેફ, ઇવિન લૂઇસ, જેસન મોહમ્મદ, એશ્લે નર્સ, કેરન પાવેલ, રોવમેન પાવેલ, કેસરિક વિલિયમ્સ


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter