અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતા 14 લાખથી વધુ લોકોની નોકરી ખતરામાં

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ) દ્વારા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુએસમાં વર્ષ 2026 સુધીમાં ટેકનોલોજી અને અન્ય કેટલાક કારણોથી 14 લાખથી વધુ નોકરીઓ ખતરામાં છે. યુએસ ઈકોનોમીમાં મહત્વનાં ગણાતા 1000 જેટલા જુદા જુદા કારમાં પ્રકારોનું વિશ્લેષણ કરીને ટુ વર્ડ્સ અ રીસ્કીલિંગ રિવોલ્યુશન : અ ફ્યુચર ઓફ જોબ્સ ફોર ઓલ નામના નેજા હેઠળ સંશોધન કરવામાં આવ્યું છે.

ડબલ્યુઈએફ દ્વારા એક જાહેર કરવામાં આવ્યું હતું કે વર્ષ 2026 સુધીમાં દેશમાં 14 લાખ નોકરીઓ ઉપર ખતરો મંડાઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ ટેકનોલોજી હશે. ટેકનોલોજી સહીત અન્ય કેટલાક પરિબળોનાં કારણે આગામી વર્ષોમાં નોકરીઓ છીનવાઈ શકે છે. જેની સૌથી વધુ 57 ટકા જેટલી અસર મહિલાઓને થવાની આશંકા અહેવાલમાં રજુ કરવામાં આવી છે.

અહેવાલમાં ચિંતાજનક સમાચાર સાથે એક રાહતની ખબર પણ મળે છે કે 95 ટકા જીવના જોખમે કામ કરતા મજુરોને વધુ મજુરી મળશે તો ઉચ્ચ ગુણવત્તા સભર કામ કરનાર મજુર મળશે. રીસ્કીલિંગ વગર માત્ર 2 ટકા શ્રમિકોને નવી નોકરીઓ માટીની તક હશે. જ્યારે 16 ટકા મજુરો પાસે કોઈ ચોઈસ હશે નહિ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter