Groom અને Bride માટે વેડિંગ વેરમાં છે અવનવા સ્ટાઇલિશ વિકલ્પ

લગ્નગાળો શરૂ થતાં જ  વેડિંગ માટે ગ્રુમ તથા બ્રાઇટ અવનવા ફેશન વિકલ્પ પર નજર દોડાવવા લાગે છે આ વખતે કઈ ફેશન ઇન છે ચાલો જાણીએ.

 

ગ્રુમ માટે  બંધ ગળા શેરવાની, જેકેટ,  બ્લેઝર જોવા મળ્યા હતા તેમાં પણ લાઇટ અને ભરચક વર્ક અગ્ર ક્રમે છે આ  ઉપરાતં પરંપરાગત રંગો લાલ, કેસરી, મરૂન જેવા રંગોમાં પણ બ્રાઇડલ અને ગ્રૂમ ક્લેક્શન જોવા મળ્યુ હતું.

વેડિંગ સિઝનના તેમના ક્લેક્શન વિશે  ડિઝાઇનર શ્યામલ શોધને અગત્યની  ટિપ્સ આપી હતી કે લગ્નના દિવસે નવવધૂએ વધારે પડતા પ્રયોગો ન કરવા જોઈએ તે તેમાં અનુકૂળતા અનુભવતી હોય તેવું જ ડ્રેસઅપ કરવું જોઈએ. ઉપરાંત તેમણે ઘણો મહત્વનો મુદ્દો જણાવ્યો હતો કે અત્યારે ત્રણ પ્રકારની બ્રાઇડ હોય છે  એક એવી કે જેને પરંપરાગત સિવાય કશુ  જ ખપતું નથી, બીજી એવી છે કે જે કંઇ પણ ટ્રાય કરશે જ્યારે ત્રીજી  નવવધૂ એ પ્રકારની હોય છે  કે  જે વેર્સ્ટન પહેરવા માંગતી હોય છે.

આથી જ ક્લેક્શન લાઇટ રંગોમાંથી તૈયાર થયુ છે જે વિન્ટર અને સમર વેડિંગ માટે છે વળી લાઇટ રંગો રોમાન્સ દર્શાવે છે તેથી પીચ, પિન્ક, પર્પલ, બ્લૂ  લાઇટ રંગોમાં લેસનો ઉપયોગ કરીને  જરદોસી, થ્રેડ વર્ક,  મોતી કામ, મેક્સી ગાઉન, અનારકલી, કોર્સેટ ડિઝાઇન કરવામાં આવી છે.  તો પરંપરાગત રંગોમાં પણ ચણિયાચોળી, લોંગ ગાઉન અને અનારકલી ડ્રેસીસ  તૈયાર કરવામાં આવ્યા છે જેમાં આધુનિક યુવતીઓ સેમી વેર્સ્ટન અટાયર પસંદ કરશે અને તેને એન્ગેજમેન્ટ, સંગીત, કે મહેંદીમાં પહેરી શકે છે.

ડિઝાઇનર શ્યામલ શોધન અનેક વખત પોતાનું ક્લેક્શન લેક્મે ફેશનવીકમાં પણ રજૂ કરી ચૂક્યા છે તેમણે નવવધૂ માટે ટિપ્સ આપતા જણાવ્યું હતું કે  નવવધૂએ લગ્નના  દિવસે વધારે પ્રયોગો ન કરવા જોઈએ. તેણે પોતાની પસંદગી મુજબના અને પોતે જેમાં અનુકૂલન સાધી શકે તેવા જ પરંપરાગત અથવા તો વેર્સ્ટન પરિધાન પહેરવા જોઈએ.  ફેશન ડિઝાઇનર યુગલે સટલ તથા લાઇટ રંગોમાં નેટ અને જરી વર્ક, થ્રેડ એમ્બ્રોઇડરીનું વૈવિધ્ય રજૂ કર્યું હતું.

તેમજ આ વખતે વેલ્વેટથી માંડીને બ્રોકેટના કલેક્શન વધારે પ્રમાણમાં તૈયાર કરવામાં આવ્યા હતા. દરેક નવવધૂ એવું ઇચ્છે છે કે તે પોતાના લગ્નમા ખાસ દેખાય.   તેમાં આ પ્રકારના ક્લેક્શન ખૂબ સારા લાગશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter