જળસંચય અભિયાનને 15 દિવસ વિતવા છત્તા 30 ટકા કામગીરીથી ન થતા સરકાર નારાજ          

રાજ્ય સરકાર ઉનાળા પહેલા જળ સંચય અભિયાનને લઈને ઉત્સુક છે. ત્યાં બીજી તરફ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સરકાર અધિકારીઓની ઝાટકણી કાઢી છે. આજે પાટનગર ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી.જેમાં અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા.જળસંચય અભિયાનને 15 દિવસ થવા છતાં 28થી 30 ટકા કામો શરૂ જ થયા નથી. રાજ્યમાં આઠ જિલ્લા એવા છે. જ્યાં 30થી 80 ટકા કામો શરૂ થયા નથી. જેથી સીએમઓએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.

જળસંચય અભિયાનમાં દીવા તળે અંધારાની સ્થિતિ જોવા મળી.જેમાં ગાંધીનગરમાં 80 ટકા કામગીરી શરૂ થઈ શકી નથી. અમરેલીમાં 65 ટકા, કચ્છમાં 60 ટકા, જામનગરમાં 55 ટકા, સાબરકાંઠામાં 52 ટકા કામગીરી શરૂ થઈ નથી. તો અમદાવાદ-મહેસાણામાં 35.35 ટકા કામ શરૂ જ થયા નથી. જૂનાગઢમાં 34 ટકા કામગીરી શરૂ થઈ નથી. ત્યારે રાજ્ય સરકારે જિલ્લાના મંત્રી પ્રભારી અને સંગઠન પ્રભારી, પ્રભારી અધિકારી સચિવોને જિલ્લા કલેકટર સાથે સંકલન કરવાનો આદેશ આપ્યો છે અને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા કહ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter