WATCH : ‘ભાષા મારી ગુજરાતી છે’ આ ગીત જોયા બાદ જરૂરથી તમને ગુજરાતી હોવાનો ગર્વ થશે

 

 ગુજરાતી વિશે ઘણું સાંભળતા આવ્યા છીએ, જમાનો આગળ વધે છે તેમ તેમ ભણેલા-ગણેલા ઘણા એવા લોકો છે જેમને પોતે ગુજરાતી હોવાનું કહેતા જરા ખચકાટ થતો હોય છે, પણ આ લોકો એ ભૂલી જાય છે કે દેશને આઝાદી અપાવનાર ગાંધીજી ખુદ ગુજરાતી હતાં.  ત્યારે તુષાર શુક્લ લિખિત અને ગુજરાતના લાડીલા લોકો જેમ કે સૌમિલ-શ્યામલ, આરતી મુનશી, પ્રફુલ દવે, સંજય ઓઝા, રસિક રાજ બારોટ, પુનશી ગઢવી, ગૌરાંગ વ્યાસ અને આશના મહેતા જેવા અનેક લાડીલા કંઠે ગવાયેલું આ ગીત સો ટકા ગુજરાતી હોવા પ્રત્યે તમને ગર્વિત કરી જશે. ગુજરાતી કેવા હોય અને તેમની અન્ડર શું શું ગુનો છુપાયેલા છે તે દરેક વાત આ ગીતમાં વણી લેવામાં આવી છે. સુંદર મજાના આ ગીતને સાંભળવા અને જોવા માટે નીચે ક્લિક કરો. 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter