અકડ તૂટી ગઈ બધી, બાપ કોણ છે? : પાક. ફૅન પર શમી ભડક્યો, પરંતુ ધોનીએ સંભાળી લીધું

ટીમ ઇન્ડિયાને હરાવીને પાકિસ્તાને ચૅમ્પિયન્સ ટ્રૉફી 2017 પર પોતાનો કબજો જમાવી દીધો છે. જેના બાદ ખેલ ભાવના હેઠળ બંને ટીમોએ આ મુકાબલાને રમતના ભાગરૂપે લીધો હતો. ત્યાર બાદ બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે મજાક પણ કરી હતી. પરંતુ આ જીતને અંતિમ માનીને કેટલાંક પાકિસ્તાની ફૅન્સે ભારતીય ખેલાડીઓને ઉશ્કેરવાની કોશિશ કરી હતી.

મેદાન પર મેચ બાદ પ્રેઝેન્ટેશન સેરેમની ખતમ કરીને ઇન્ડિયન ટીમ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી રહી હતી ત્યારે એક પાકિસ્તાની ફૅને ભારતીય ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પાકિસ્તાની ફૅને વિરાટ કોહલીને કહ્યું હતું કે અકડ તૂટી ગઈને કોહલી બધી તારી… અકડ તૂટી ગઈ છે. આટલું જ નહીં આ ફૅન આટલે ન રોકાયો અને ત્યાર બાદ દરેક ખેલાડીઓ પર નિશાન સાધ્યું. ત્યાર બાદ તેણે બાપ કોણ છે… બાપ કોણ છે.. એ રીતે બૂમો પાડવા લાગી. આ ફૅનના આ વ્યવહારને મોહમ્મદ શમી સહન ન કરી શક્યો અને પલડીને એ ફૅન તરફ ગયો. પરંતુ ત્યાર બાદ પાછળ આવતા એમ એસ ધોની શમીને પકડીને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયો હતો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter