ભારતમાં Vivo Y53i લૉન્ચ, જાણો કિંમત અને ખાસ ફિચર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વિવોએ એક નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Vivo Y53i છે. તે ગત વર્ષે વૉન્ચ કરવામાં આવેલા Vivo Y53નું અપગ્રેટેડ વર્ઝન છે. ભારતમાં તેની કિંમત 7,990 રૂપિયા છે.  કિંમતના હિસાબે તેની ટક્કર Xiaomi Redmi 5 અને Tenor E જેવા સ્માર્ટફોન્સ સાથે છે.

સ્પેસિફિકેશન

Vivo Y53i સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેની ડિસ્પ્લે 5 ઇંચ, રેમ 2GB અને ઇન્ટરનલ મેમરી 16 GB છે. જો પ્રોસેસરની વાત કરીએ તો તેમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 425, ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો અને બેટરી 2500mAhની છે. સાથે જ ફોનમાં 8 મેગાપિક્સલનો રેર કેમેરા અને સેલ્ફી માટે  5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં ફેસ અનલોક ફિચર, 4G LTE, VoLTE, Wi-Fi, બ્લૂટૂથબ્લૂટૂથબ્, GPS  અને માઇક્રો USB પોર્ટનું સપોર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકો હાલ આ સ્માર્ટફોનને ઓફલાઇન ચેનલ દ્વારા જ ખરીદી શકશે. કંપની તરફથી આ સ્માર્ટફોનનુ ઓનલાઇન ઉપલબ્ધ છે કે નહી તે અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter