ડ્યુઅલ કેમેરાની સાથે લોન્ચ થયો વીવો X21i સ્માર્ટફોન

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાના નવા X21iને ચીનમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટ ફોનની સૌથી મોટી ખાસિયત છે કે વીવોના આ સ્માર્ટફોનને ડ્યુઅલ રીયર કેમેરાની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, ફોનની પાછળના ભાગમાં 12 મેગાપિક્સલના 2 સેન્સર લગાડેલા છે. જે એઆઈ ટેકનિકથી સપોર્ટ કરે છે. તો આગળના ભાગ માટે 24 મેગાપિક્સલનો કેમેરો પણ AI બ્યુટી મોડ આપવામાં આવ્યો છે.

કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત ચીનમાં 2698 યુઆન રૂપિયા રાખી છે. એટલેકે ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 28,700 રૂપિયાની નજીક હોઈ શકે છે. ગ્રાહક આ સ્માર્ટફોનને ચીનના બજારમાં આ ફોન રૂબી રેડ, ઓરા વ્હાઈટ અને પોલર નાઈટ બ્લેક કલર વેરીયન્ટ ઓપ્શનની સાથે ખરીદશે.

વીવો X21iના ફીચર્સ

આ સ્માર્ટફોનમાં 6.28 ઈંચની સુપર એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેજોલ્યુશન 2280 x 1080 પિક્સલનું છે. વીવોનો આ સ્માર્ટફોન 2.0 ગીગાહર્ટજ ઑક્ટા કોર પ્રોસેસરની સાથે મીડિયાટેક હેલીયો પી60 ચિપસેટ પર રન કરે છે. સાથે જ ફોનમાં ગ્રાફિક્સ માટે માલી-જી70 જીપીયુ આપવામાં આવશે.

બે વેરીયન્ટ્સમાં લોન્ચ કરાયું

કંપનીએ આ સ્માર્ટફોનને બે વેરીયન્ટસમાં રજૂ કર્યો છે. સ્માર્ટફોનમાં પ્રથમ વેરીયન્ટમાં 6 જીબી રેમ અને 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. તો તેના બીજો વેરીયન્ટ 4જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ મેમરીને સપોર્ટ કરે છે. આ બંને વેરીયન્ટસને માઈક્રોએસડી કાર્ડના માધ્યમથી 256 જીબી સુધી વધારવામાં આવી શકે છે. આ ફોન કંપનીના આર્ટીફિશિયલ ઈન્ટેલિનજન્સ જોવીથી સજ્જ છે, જે ફોનનો ઉપયોગ કરવામાં વધુ સરળ અને રમૂજી બનાવે છે.

કનેક્ટિવિટી ફીચર્સ

કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ સિમ, 4G VoLTE, વાઈ-ફાઈ 802.11 ac, બ્લૂટુથ 5.0, GPS, 3.5 મિમી ઑડિયો જેક વગેરે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તો ફોનને પાવર આપવા તેમાં 3425 એમએએચની બેટરી આપવામાં આવી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter