વિશ્વની પ્રથમ ઓનલાઇન ચેસ લીગમાં રમશે ગ્રાન્ડમાસ્ટર આનંદ

વિશ્વની સૌપ્રથમ ઓનલાઇન ચેસ લીગ એવી  પ્રો ચેસ લીગમાં હવે ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ ભાગ લેવાનો છે .

આઇપીએલ શૈલીથી યોજાતી પ્રો ચેસ લીગમાં આનંદ મુંબઇ મૂવર્સ માટે રમવાનો છે અને જેમાં તે પ્રથમ મુકાબલામાં બુધવારે નોર્વેનો ઓસ્લો ટ્રોલ્સ સામે ટકરાશે.

પ્રો ચેસ લીગમાં ભાગ લઇ રહેલી ૩૨ ટીમને ઇસ્ટર્ન, સેન્ટ્રલ, એટલાન્ટિક, પેસિફિક એમ ચાર ડિવિઝનમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ એક મેચમાં ચાર પ્લેયર્સને ઉતારી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter