ફૂટબોલમાં વિરાટ-ધોની છવાયા, રણબીરની ટીમને હરાવી

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીના શાનદાર બે ગોલની મદદથી મુંબઇના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં રવિવારે રમાયેલ ફૂટબોલ મેચમાં વિરાટ કોહલીની કપ્તાનીવાળી ઓલ હાર્ટ્સ એફસી ટીમનો અભિનેતા રણબીર કપૂરની આગેવાનીવાળી ઓલ સ્ટાર્સ ફૂટબોલ કલબ સામે વિજય થયો હતો.

ભારતીય ક્રિકેટર્સ અને બોલીવૂડ એક્ટર્સ વચ્ચે રવિવારે મુંબઇમાં રમાયેલ ચેરિટી ફૂટબોલ મેચમાં પણ વિરાટ કોહલીની ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. વિરાટ કોહલીની કપ્તાનીમાં ઓલ હાર્ટ્સ ટીમે રણબીર કપૂરની કપ્તાનીવાળી ઓલ સ્ટાર્સ ટીમને 7-3થી હાર આપી હતી. ઓલ હાર્ટસ તરફથી સૌથી વધુ 2 ગોલ મહેન્દ્ર સિંહ ધોની અને અનિરુદ્વ શ્રીકાંતે ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલી અને કેદાર જાધવે 1-1 ગોલ કર્યા હતા.

મેદાન પર જોવા મળ્યું ધોનીનું દે ધનાધન….

ધોનીએ ઓલ હાર્ટ્સ એફસી તરફથી રમતા ઓલ સ્ટાર્સ સામે શાનદાર રમત બતાવી હતી. ધોનીએ બે ગોલ ફટકાર્યા હતા. પ્રથમ ગોલ ધનીએ 5મી મિનિટમાં કર્યો હતો. જેના કારણે તેની ટીમે 1-0ની સરસાઇ હાંસલ કરી હતી. જ્યારે 39મી મિનિટમાં ફરી એક વખત ધોનીએ પ્રહાર કરતા ગોલ કર્યો હતો. જેના કારણે ટીમે 2-0ની મહત્વપૂર્ણ સરસાઇ હાંસલ કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter