આ બોલીવૂડ સેલિબ્રિટીના અવાજ પર ફિદા છે કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી એ સિંગરના ગીતોનો દીવાનો છે, જેના અવાજના આજે લાખો પ્રસંસક છે.

વાસ્તવમા વિરાટ કોહલી બોલીવૂડ સિંગર અરિજીત સિંહનો દીવાનો છે. કોહલીએ પોતાના પસંદગીના સિંગર સાથે મુલાકાત કરી હતી. તેણે મંગવારે ટ્વિટર પર આ મુલાકાતની એક તસવીર પણ શેર કરી હતી. અરિજીત સિંહની સાથે તસવીર શેર કર્યા બાદ કોહલીએ એક સંદેશ પણ લખ્યો હતો. જેમાં તેણે લખ્યું કે, મારા માટે પ્રશંસકના કલાકારથી મળનાર પળ. અરિજીત ઘણો સારો માણસ છે. તેનો અવાજની જેમ મને કોઇ મોહી નથી શકતું. શુભકામનાઓ અરીજીત.

 

 

ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ પહેલા જ અરિજીત સલમાન ખાન સાથે થયેલા એક વિવાદના કારણે ચર્ચામાં આવ્યો હતો. અરિજિત સિંહને રોમાન્ટિક ગીતો માટે ઓળખવામાં આવે છે. તેણે ગત કેટલાક વર્ષોમા કેટલાક સારા ગીતો પોતાના અવાજમાં ગાયા છે. પશ્વિમ બંગાળના અરિજિત સિંહે ઘણી ઝડપથી બોલીવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તેના નામે કેટલાક સુપરહિટ ગીતો પણ છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter