હાર બાદ વિરાટ-યુવીનો પાક. ખેલાડીઓ સાથે મજાક કરતો 10 સેકન્ડનો વીડિયો વાયરલ

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને ખેલના દરેક તબક્કે ભારતીય ટીમને મ્હાત આપી અને ખિતાબ પોતાના નામે કર્યો.

ભારતીય ટીમના ખેલાડીઓએ આ મેચ બાદ પોતાની ખેલ ભાવનાનો પરિચય આપ્યો અને વિરોધી ટીમને શુભકામનાઓ પણ પાઠવી. Team Indiaના આ જૅસ્ચરને ICCએ પણ સલામ કર્યુ છે.

ICCએ પોતાના ઓફિશ્યલ ટ્વિટર હૅન્ડર પર તેનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ભારતીય ટીમનો કેપ્ટન પાકિસ્તાની ખેલાડીઓની સાથે ખૂબ જ રમૂજ અંદાજમાં વાતચીત કરતો જણાય છે.

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી અને યુવરાજ સિંહ પાકિસ્તાની ખેલાડીઓ શૉએબ મલિક, બાબર આઝમ અને ફખર ઝમાન સાથે હસતા અને મજાક કરતા દેખાય છે. શૉએબ ઉર્દુમાં કંઈક કહી રહ્યો છે જેના પર યુવરાજ અને વિરાટ ખૂબ હસી રહ્યાં છે. જ્યારે વીડિયોમાં ફખર અને બાબર પણ નજરે આવી રહ્યાં છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter