વિરાટ કોહલીએ નોંધાવી ટેસ્ટમાં અર્ધસદી, બન્યો દુનિયાનો 8મો ક્રિકેટર

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કોલકત્તા ટેસ્ટના છેલ્લા દિવસે પોતાની ટેસ્ટ કેરિયરની 18મી સદી નોંધાવી શ્રીલંકાની મેચ જીતવાની આશાઓ પર પાણી ફેરવી દીધું. કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર 104 રનોની ઇનિંગ દ્વારા ટીમ ઇન્ડિયાને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી. તેની સાથે તેણે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 50 સદી પૂર્ણ કરી દીધી છે. આ ઉપલબ્ધીની સાથે તે દુનિયાનો 8મો બેસ્ટમેન બની ગયો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી નોંધાવનાર બેસ્ટમેન

 1. સચિન તેન્ડુલકર – 100
 2. રિકી પોન્ટિંગ – 71
 3. કુમાર સંગાકારા – 63
 4. જૈક કાલિસ – 62
 5. હાશિમ અમલા – 54
 6. મહેલા જયવર્ધને – 54
 7. બ્રાયન લારા – 53
 8. વિરાટ કોહલી – 50

વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય સદી :

– કેપ્ટન તરીકે – 21 સદી (98 ઇનિંગ)

– બેસ્ટમેન તરીકે – 29 સદી (250 ઇનિંગ)

જો વાત કરવામાં આવે કેપ્ટન વિરાટ કોહલીની તો કેપ્ટનશીપ હેઠળ કોહલીએ સૌથી વધારે ટેસ્ટ સદી નોંધાવવાના મામલે સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ હેઠળ 74 ઇનિંગમાં 11 ટેસ્ટ સદી નોંધાવી છે.

ત્યારે વર્તમાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 48 ઇનિગંમાં 11 ટેસ્ટ સદી નોંધાવીને સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધો છે.

કેપ્ટનશીપ હેઠળ સૌથી વધારે ટેસ્ટ સદી નોંધાવનાર ભારતીય બેસ્ટમેન

 1. વિરાટ કોહલી – 11 સદી, 48 ઇનિંગ
 2. સુનીલ ગાવસ્કર – 11 સદી, 74 ઇનિંગ
 3. મોહમ્મદ અઝરૂદ્દીન – 9 સદી, 68 ઇનિંગ
 4. સચિન તેન્ડુલકર – 7 સદી, 43 ઇનિંગ

મહત્વનું છે કે વિરાટ કોહલી પહેલા ભારતીય અને દુનિયાના 18માં કેપ્ટન છે જેમણે એક ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ બીજી ઇનિંગમાં સદી નોંધાવી છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter