Viral Video: આ યુવતીને ભેટવા યુવકોએ લગાવી કિલોમીટર લાંબી લાઈન

મુરાદાબાદના કાંઠ રોડ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવતી 50થી વધુ યુવકને ગળે મળીને ઈદની શુભકામના પાઠવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવતીને ગળે મળવા માટે યુવકોની લાઈન લાગી છે. એક, બે નહી પણ  50 જેટલા યુવકો યુવતીને ગળે મળવા માટે લાઈનમાં લાગી ગયા છે.

ત્યારે ત્યા હાજર લોકો આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યાં હતા. બે મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.  જોકે, આ યુવતી કોણ છે તે અંગે કોઈ પણ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter