પ્રિયા પ્રકાશના વાયરલ ‘વિન્ક સીન’ને કૉપી કર્યો હોવાનો ફિલ્મ નિર્માતાનો આરોપ

ઇન્ટરનેટ પર એક નાનકડા વિડિયો ક્લિપે પ્રિયા પ્રકાશને રાતોરાત સેલેબ્રિટી બનાવી દીધી. હવે દેશ જ નહી પરંતુ વિદેશમાં પણ પ્રિયા પ્રકાશના ચર્ચા થવા લાગી છે. પરંતુ હાલ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મના વિન્ક સીનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયાનો આ વિન્ક સીન કૉપી કરવામાં આવ્યો છે.

હકીકતમાં એક અન્ય મલયાલી ફિલ્મ ‘કિડૂ’ ગણતરીના દિવસોમાં રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મના મેકર્સે આરોપ લગાવ્યો છે કે તેમણે ઓમાર લુલુની ફિલ્મ ‘ઓરૂ અડાર લવ’ના સોન્ગ ‘માનિકયા મલરાય પૂવી’ માંથી વિન્ક સીન ચોરી કર્યો છે, જેણે પ્રિયા પ્રકાશને રાતોરાત સ્ટાર બનાવી દીધી છે.

આ આરોપો વચ્ચે કિડૂના નિર્માતા સાબૂ પીકેએ એક વિડિયો મેસેજ અને ફિલ્મના તે સીનની ક્લિપ સોશિયલ મીડિયા પર મૂકી છે જેમાં તેમની ફિલ્મની એક્ટ્રેસ અને એક્ટર વચ્ચે આવો જ વિન્ક સીન જોવા મળી રહ્યો છે.

સાબૂએ વિડિયો મેસેજમાં કહ્યું છે કે મારી ફિલ્મ કિડૂનું સોન્ગ જોઇને આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે આ સોન્ગ ‘ઓરૂ અડાર લવ’ની કૉપી છે. પરંતુ આ હકીકત નથી. તેમણે જણાવ્યું કે અચ્છૂ વિજયન અમારી ફિલ્મ અને ઓરૂ અડાર લવ બંને ફિલ્મના એડિટર છે. તેમણે અમારી ફિલ્મ પૂરી થયાં પછી ઓરૂ અડાર લવ માટે કામ શરૂ કર્યું હતું. તેથી અમારે તેવો આરોપ લગાવવો જોઇએ કે તેમણે અમારી ફિલ્મનો સીન કૉપી કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણાં લોકો મને પૂછે છે કે મે કોઇ કાર્યવાહી કેમ નથી કરી, તો હું જણાવી દઉ કે હું કોઇ વિવાદ ઉભો કરવા નથી માંગતો. બે ફિલ્મો વચ્ચે થોડી ઘણી સમાનતા હોઇ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter