OMG! હાથથી 1 મિનિટમાં તોડ્યા 212 અખરોટ

આંધ્ર પ્રદેશના માર્શલ આર્ટ માસ્ટર પ્રભાકર રેડ્ડીએ પોતાના હાથથી 1 મિનિટમાં 212 અખરોટ તોડીને ગિનિસ બુકમાં પોતાનું નામ દાખલ કર્યુ. પ્રભાકર રેડ્ડીએ આ રેકોર્ડ આંધ્ર પ્રદેશમાં જ બનાવ્યુ. તેણે માત્ર 1 મિનિટમાં ઉભા રહ્યા વગર 212 અખરોડ તોડી નાખ્યા. આ કૉમ્પિટિશનમાં જેટલા લોકોને ભાગ લીધો તે લોકો ગ્લવ્સ પહેરવા માટેનું કહેવામાં આવ્યુ હતુ કેમ કે એક્સપર્ટ માર્શલ આર્ટ માસ્ટર હોવા છતા હાથથી અખરોટ તોડવાનો દુ:ખાવા પૂર્ણ સાબિત થાય છે.

અખરોટ તોડવા માટે સુનિશ્ચિત કરવાનું હતુ કે એક અખરોટના ઓછામાં ઓછા 2 ભાગ જરૂરથી તૂટી જાય. પ્રભાકર રેડ્ડીએ ટાઇમ શરૂ થતાની સાથે જ વિજળી જેટલી ઝડપથી અખરોડ તોડવાનું શરૂ કરી દીધુ. રેડ્ડીએ એક સેકન્ડમાં લગભગ 3 અખરોડ તોડી દીધા. આ કોમ્પિટિશનમાં તમામ અખરોટ એક લાઇનથી એક ટેબલ પર રાખ્યા હતા જેને તોડવાના હતા. તમામ અખરોટ તોડતા પહેલા ચેક કરવામાં આવ્યુ હતુ કે અખરોટ પહેલાથી તો તૂટેલા ના હોય. પ્રભાકર રેડ્ડીનો આ વીડિયો ગિનેસ વર્લ્ડ રેકોર્ડે ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર શૅર કરવામાં આવ્યો છે.

Watch Video Here

35 વર્ષીય રેડ્ડીએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સને જણાવ્યુ કે, તે આ માટે દરેક દિવસે પ્રેક્ટિસ કરતો હતો. આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ રાશિદના નામ પર હતો જેમણે 210 અખરોડ તોડ્યા પરંતુ પ્રભાકરે રાશિદનો 212 અખરોટ તોડીને રેકોર્ડ તોડી દીધો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage