મોબાઇલના ચક્કરમાં ભાન ભૂલી મહિલા, થયા આવા હાલ

આજકાલ લોકો મોબાઇલ પર એટલા બધા વ્યસ્ત રહેતા હોય છે કે, ક્યારેક તેમની સાથે અજાણતા દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. જે ક્યારેક જીવલેણ પણ સાબિત થતી હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો ફેસબુક પર વાયરલ થયો છે. જેમાં એક મહિલા મોબાઇલ પર વાતચીત દરમિયાન પાણીમાં ખાબકે છે.

વાયરલ થયેલા વીડિયો અનુસાર, એક શૉપિંગ મૉલના સીસીટીવીના આ ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે, એક મહિલા એક હાથમાં સામાન અને બીજા હાથમાં મોબાઇલ પકડીને અંદરની તરફ આવી રહી છે. આ દરમિયાન તેનું સંપૂર્ણ ધ્યાન મોબાઇલ પર જ હોય છે. જેના ચક્કરમાં તે આગળ જોઇ શકતી નથી અને સીધી જઇને પાણીમાં પડી જાય છે. આ વીડિયો ચીનની એક વેબસાઇટ Shanghaiist એ પોતાના ફેસબુક પર શેર કર્યો છે.

>

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage