મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી આજે સત્તાવાર ચાર્જ સંભાળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સત્તાધારી ભાજ૫ના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાને ચાર્જ સંભાળશે. આમ તો ગઇકાલે જ આ પ્રક્રિયા કરવાની હતી, ૫રંતુ કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે ચાર્જ સંભાળી શક્યા નહોતાં. જો કે તેમણે મુખ્યમંત્રી તરીકેની કામગીરી તો શરૂ કરી જ દીધી છે. રાજ્યમાં તેમના પ્રવાસ ૫ણ શરૂ થઇ ગયા છે. આજે તેઓ ફક્ત ઔ૫ચારિકતા ખાતર ૫દભાર સંભાળશે.

રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરનારા વિજય રૂપાણી આજે પોતાના પદનો ચાર્જ સંભાળવાના છે. તેઓ ગઈકાલે જ CM પદનો ચાર્જ સંભાળવના હતા. પરંતુ વ્યસતતાના કારણે તેઓ ચાર્જ સંભાળી શક્યા ન હતા. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 ના ત્રીજા માળે મુખ્યમંત્રીનું કાર્યાલય છે. અહી તેઓ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળશે. મિશન 150 સામે માત્ર 99 બેઠક મેળવનારા ભાજપ સત્તા પર સવાર તો થયો છે, પરંતુ ખાતા ફાળવણીમાં જોવા મળેલી વિલંબતા, નારાજગી બાદ આખરે ઘીના ઠામમાં ઘી પડતા નાયબ મુખ્યમંત્રીને પોતાની પસંદગીનો નાણા વિભાગ પણ આપી દેવાયો છે. હવે સમગ્ર માહોલ શાંત ૫ડી જતા મુખ્યમંત્રી સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter