વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ રહી વિજેતા

વિજય હઝારે  વન-ડે ટ્રોફીની ગૂ્રપ ‘સી’ની મેચમાં ગુજરાતનો આંધ્ર પ્રદેશ સામે ૯ વિકેટે પરાજય થયો છે. આ પરાજય સાથે જ ગુજરાત નોકઆઉટની રેસમાંથી બહાર થઇ ગયું છે.  ચેન્નાઇ ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે ઋજુલ ભટ્ટના ૭૪, પાર્થિવ પટેલના ૩૪ રનની સહાયથી ૨૫૦ રન નોંધાવ્યા હતા.

જવાબમાં ઓપનર્સ કેએસ ભરતના ૧૦૬-અશ્વિન હેબ્બરના ૯૯ રનની સહાયથી આંધ્ર પ્રદેશે આ લક્ષ્યાંક ૪૫.૨ ઓવરમાં ૧ વિકેટે વટાવ્યું હતું. આંધ્રના ઓપનર્સે પ્રથમ વિકેટ માટે ૧૯૨ રનની ભાગીદારી નોંધાવી હતી. ગ્રુપ ‘સી’માં આંધ્રના પાંચ મેચમાં માત્ર ૧ વિજય સાથે ૪ પોઇન્ટ છે.

બીજી તરફ સિકંદરાબાદ ખાતે રમાયેલી ગૂ્રપ ‘ડી’ ની મેચમાં સૌરાષ્ટ્રે સર્વિસિસ સામે ૮ વિકેટે વિજય મેળવ્યો હતો.  સર્વિસિસની ટીમ ૧૭૬માં ખખડી ગઇ હતી. સૌરાષ્ટ્રના બોલર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૨૬ રનમાં ૪ વિકેટ ખેરવી હતી. આ લક્ષ્યાંકને સૌરાષ્ટ્રે ૨૧.૪ ઓવરમાં ૨ વિકેટે વટાવ્યું હતું. સૌરાષ્ટ્રના ઓપનર સમર્થ વ્યાસે ૧૨ બાઉન્ડ્રી-૮ સિક્સર સાથે ૧૧૪, ચેતેશ્વર પૂજારાએ ૩૯ બોલમાં અણનમ ૪૫ રન નોંધાવ્યા હતા. સૌરાષ્ટ્ર પાંચ મેચમાં ૧૨ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter