Most Viewed Latest Videos
Most Viewed
Latest Videos

વાપી: મતદાન મથક પર મતદાતાઓનો હોબાળો

વાપીનાં ખોજા સોસાયટીમાં ક્રેડિટ સોસાયટીના મતદાન મથકે મતદાતાને મતદાન નહીં કરવા દેવા અંગે હોબાળો થયો હતો. ખોજા સોસાયટી ખાતે આવેલી ડાયમંડ બેંકના ચેરમેન અને સભ્યો માટે ગુરૂવારે મતદાન યોજાયું હતું. જેમાં બેંકના કુલ 2500 મતદાતામાંથી 500થી વધારે મતદાતાને લોનના હપ્તા…

અરવલ્લી: વાઘાણીની આગેવાનીમાં બાઈક રેલી યોજાઈ

વડાપ્રધાન મોદી આગામી 30મી જૂને મોડાસામાં પાણી પુરવઠાની ત્રણ યોજનાઓનું લોકાર્પણ કરવાના છે ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં મોડાસા ખાતે વિસ્તારકોની મંડલ બેઠક અને જિલ્લા યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી.

જામનગર: એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં મહાપાલિકા દ્વારા ડિમોલીશન

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં આવેલી નવ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવી હતી. મહાનગરપાલિકા દ્વારા આ જગ્યા પર ચાલી રહેલા ઈંટોના ભઠ્ઠાને આજે દૂર કરવામાં આવ્યો હતો. ડીમોલિશનની કાર્યવાહી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં માટે ઘટનાસ્થળ પર…

ફૂડ પ્રોસેસિંગ અને બાયો વેસ્ટ પ્લાન્ટથી ખેડૂતોને લાભ: રૂપાણી

સુરતનાં પર્વત પાટીયા સ્થિત APMC માર્કેટમાં 26 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફૂડ પ્રોસેસિંગ અને બાયો વેસ્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટથી ખેડૂતના પ્રશ્નો હલ થશે તેમજ બચત સહિત યોગ્ય વળતર આપવા આવશે તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો….

ભરૂચ: તહેવારોની તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમના તહેવારો આવી રહ્યાં હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા શાંતિપૂર્ણ તહેવારોની ઉજવણી થાય તે ઉદ્દેશ્યથી ભરુચ પોલિસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ એસ.ઓ.જી પોલીસ સહિત બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડના સંયુક્ત…

બનાસકાંઠા: યુવતીને પ્રેમલગ્ન ભારે પડ્યા

સિદ્ધપુર તાલુકાના કાતરા ગામની રાવળ સમાજની યુવતીને પ્રેમ લગ્ન ભારે પડ્યાં. પાલનપુર તાલુકાનાં ગઢ ગામમાં પાટીદાર યુવક સાથે પરણેલી ભગવતીને સાત જ મહિનામાં પરચો મળ્યો. રાવળ સમાજની યુવતી પાસેથી ૪ લાખનું દહેજ માંગવામાં આવ્યું. ઉપરાંત તેને ફીનાઇલ પીવડાવી મારી નાખવાનો…

જેતપુર: રેતી ખનીજની ચોરીની ફરિયાદ કરનારાની પીટાઈ

ધોરાજી, ઉપલેટા જેવા ગામોના ખનીજ માફિયાઓ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી ભાદર નદીને લૂંટવામાં આવે છે. ધોરાજીથી ઉપલેટા સુધીના અંદાજીત 27 કિલોમીટરનાં ભાદર નદીના તટ પર ખનીજ માફિયાઓ દ્વારા રેતી ખનીજની બેફામ ચોરી થાય છે. જેને કારણે નદીના તટ તૂટવાથી પાણી…

તળાજા: ખેડૂતોની દેવામાફી મુદ્દે મામલતદારને ધરતીપુત્રોનું આવેદન

હાલ ખેડૂતોની હાલત દયનિય થઈ ગઈ છે. ઓછા વરસાદથી ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે ત્યારે તળાજા તાલુકાનાં ખેડૂતોએ રેલી યોજી તથા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ઉપરાંત ખેડૂતોના દેવા માફ કરવા માટેની માંગ કરવામાં આવી.

ડીસા: પાણી અને સફાઈ મુદ્દે પાલિકાની કચેરીમાં મહિલાનું હલ્લાબોલ

ડીસામાં પાણી અને સફાઈ મુદ્દે મહિલાઓએ પાલિકાની કચેરીમાં હોબાળો મચાવ્યો. ડીસામાં રીજમેટ વિસ્તારની મહિલાઓએ પાણી અને સફાઈની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જોકે, પાલિકાએ મહિલાઓનાં ઉગ્ર વલણને જોતાં સમસ્યાનો ઉકેલ લાવવાની બાહેંધરી આપી છે.

અમદાવાદ: યોગાભ્યાસ દરમ્યાન પ્રદિપસિંહ જાડેજાનો પગ લપસ્યો

વિશ્વ યોગ દિવસે રાજનેતાઓ દ્વારા કરાતા યોગ ઘણા ચર્ચામાં રહ્યા. પુરૂષોત્તમ રૂપાલા વડોદરામાં બેઠાસન કરતા નજરે પડ્યા હતા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગાભ્યાસ દરમ્યાન ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો અચાનક પગ લપસતાં તેઓ પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાનાં પગથિયા પર તેમના…

Rathyatra 2017: રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નિકળવાની છે ત્યારે મંદિર સંચાલકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને લઈને રૂપિયા દોઢ કરોડનો વિમો પણ લેવાયો છે. આ વખતની રથયાત્રામાં સીએમ અને ડેપ્યુટી સીએમ પહિંદ વિધી કરશે. ‘જય રણછોડ માખણચોર’ના…

અમદાવાદ: કોમી એખલાસ માટે ઈફતારી યોજાઈ

રવિવારે અમદાવાદમાં 140મી રથયાત્રા નીકળી રહી છે, બીજી તરફ મુસ્લિમોના રોજા ચાલી રહ્યા છે. વર્તમાન વર્ષે રથયાત્રા દરમ્યાન કોમી સુવાસ મહેકે તે માટેના તમામ પ્રયાસો કરાયા. આ કોમી એકતાના ભાગરૂપે શાહપુર વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા ઇફતારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ ઇફતારી…

દિયોદર અને લાખાણીમાં વરસાદી ઝાપટાંથી લોકોને રાહત

ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ આજે બનાસકાંઠાના દિયોદર અને લાખણી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે હજુ સુધી વાવણીલાયક વરસાદ ન થતા ખેડૂતો હજુ સારા વરસાદની રાહ…

પાલિતાણા: સરકારી નોકરી માટે વાંચ્છુક યુવકોએ નિ:શુલ્ક લીધી તાલીમ

મોટા શહેરોમાં સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ ખાનગી ક્લાસીસના સંચાલકો મોટી ફી વસૂલી કરાવતાં હોય છે. પરંતુ નાના ગામડામાં રહેતા યુવાનો પૈસાના અભાવે સંપૂર્ણ તૈયારી કરી શકતા નથી. નાના ગામડામાં રહેતા સરકારી નોકરી વાંચ્છુક યુવકો માટે પાલીતાણાનું પાણીયાળી…

સુરત: ખાનગી શાળાઓની મનમાની વિરુદ્ધ વાલી મંડળોના સૂત્રોચ્ચાર

શાળા દ્વારા વાલીઓ પાસેથી બેફામ ઉઘરાવાતી ફી મુદ્દે સરકારે લાદેલા ફી નિયમન વિધેયક બિલને સુરત શહેરની કેટલીક શાળાઓ ઘોળીને પી ગઈ હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉધના વિસ્તારની ન્યુ મોડલ હાઈસ્કૂલ દ્વારા 40 ટકા ફી વધારો કરતાં વાલીઓએ શાળા બહાર…

રાજકોટ: RTE મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર વાલીઓનો હોબાળો

રાજકોટમાં આરટીઈ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવતાં ટ્રાફિક જામ થયો હતો. વાલીઓના આ ધરણામાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા. જોકે બાદમાં ટ્રાફિક પોલીસે આવીને તમામને રસ્તા પરથી દૂર કર્યા.

સુરેન્દ્રનગર: પ્રદૂષિત પાણીથી ત્રણ દિવસમાં 10 ગાયનાં મોત

સુરેન્દ્રનગરનાં બામણબોર રાજકોટ રોડ પર હિરાસર ગામ નજીક છેલ્લા ત્રણ દિવસમાં 10 ગાયોના મોત થવાથી ગૌપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, સ્થાનિક કક્ષાએ આવેલી ત્રણ જેટલી કંપનીઓ ગામની સીમમાં કેમિકલયુક્ત પાણી છોડે છે, જેને પીવાથી ગાયના મોત થયા…

વલસાડ: ડમ્પર ખાડીમાં ખાબક્યું

વલસાડમાં પારડીના ભેસલાપાડા નજીક એક કોલસા ભરેલું ડમ્પર ખાડીમાં ખાબક્યુ છે. આ અકસ્માતમાં ડમ્પર ચાલક કેબિનમાં જ ફસાઈ જતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. ડમ્પરનો ચાલક ખૂબ જ ગંભીર રીતે ફયાયેલો હોવાથી એક કલાકની જહેમત બાદ તેને બહાર કાઢી…

ગીરના જંગલમાં સિંહણને દોડાવનાર ચાર ઝડપાયા

ગીરના જંગલમાં સિંહ પાછળ વાહન દોડાવનારા ચાર શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા. આ ચાર શખ્સોએ વિસાવદર રેંજ વિસ્તારમાં સિંહણની પાછળ વાહન દોડાવ્યું હતું ‘વાહનમાં બેઠેલા શખ્સો સિંહણને શૂટ કરવાનું કહેતા હતા તથા કારમાં બેઠેલા શખ્સો કારચાલકને ઉશ્કેરી રહ્યાં હતાં’, તેવું…

ભરૂચ: ઝઘડીયામાં વીજળી પડતાં 1નું મોત

ભરૂચ જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે. આ દરમ્યાન ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામની સીમમાં ત્રણ મહિલાઓ પર વીજળી પડતાં એકનું મોત થયુ છે, જ્યારે અન્ય બે મહિલાઓને ગંભીર હાલતમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.

રાજકોટ: માધવરાવ સિંધિયા મેદાનમાં લોકોએ યોગાસનો કર્યા

રાજકોટમાં વહેલી સવારે માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન ખાતે સામૂહિક યોગનું આયોજન કરાયુ. મનપા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિકોની સાથે-સાથે જાણીતી હસ્તીઓ અને પ્રખ્યાત લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીએ પણ યોગ કર્યા.

છોટા ઉદેપુર: બોડેલીમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક

છોટાઉદેપુરનાં બોડેલીમાં મેઘરાજાની અચાનક એન્ટ્રીથી યોગ શિબિરમાં વિક્ષેપ પડ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને પગલે બોડેલીના અલીપુર વિસ્તારની રામનગર, સાધનાનગર જેવી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.

નડિયાદ: ભાજપ આયોજીત પેઈજ પ્રમુખોનું સંમેલન

નડિયાદમાં ભાજપ દ્વારા મધ્ય ગુજરાતમાં પેઈજ પ્રમુખોનું સંમેલન યોજાયું. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા. અહીં તેમનું સાફો પહેરાવી, તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું. આ સંમેલનમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ સીએમ આનંદીબેન પટેલ સહિતના પ્રધાનો…

રાજકોટ: આજી ડેમમાં નર્મદા નીરનું આગમન

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં નર્મદાના નીરનું આગમન થયુ છે. ત્રંબાથી આજી ડેમ સુધીનું સફર પૂર્ણ કરતાં નર્મદાના નીરે 24 કલાકનો સમય લીધો. આ સમયે નવા નીરને આવકારવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે, ત્રણ…

સુરત: ટ્રાફિક પોલીસની ઓફિસમાં કિન્નરોનો હોબાળો

સુરતનાં સ્ટેશન વિસ્તારમા રીક્ષામાં જતાં કિન્નરોને ટ્રાફિક પોલીસે માર મારતાં મામલો બિચક્યો છે. કિન્નરોએ સ્ટેશનની ટ્રાફિક પોલીસની ઓફિસમાં પહોચીને હોબાળો કર્યો. પોલીસના મારથી ઘાયલ 4 કિન્નરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોરબંદરવાસીઓએ અરબી સમુદ્રના કિનારે યોગ દિવસની ઉજવણી કરી

પોરબંદરમાં ઘુઘવતાં દરિયાની લહેરોની મજા માણતા-માણતા લોકોએ યોગ કર્યા. અરબી સમુદ્રને કાંઠે યોજાનારા યોગના કાર્યક્રમમાં હજારો પોરબંદરવાસીઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, શાળાનાં બાળકો ઉપરાંત મહિલાઓએ મોટી સંખ્યામાં દરિયા કાંઠે હાજરી આપી. એક સાથે યોગ દિવસની ઉજવણી કરી. સવારના ખુશનુમા વાતાવરણમાં આટલી…

રાજકોટ: મહિલાઓએ પાણીમાં યોગ કર્યા

વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશ્વભરની સાથે રાજકોટમાં પણ યોગ કરવામાં આવ્યા. વિશ્વભરમાં જળ, જમીન અને આકાશમાં યોગ કરવામાં આવ્યા ત્યારે રાજકોટમાં પણ પાણીમાં યોગ કરવામાં આવ્યા. રાજકોટના 4 સ્વીમિંગપુલની અંદર પાણીમાં 792 મહિલાઓએ એક સાથે યોગ કર્યા. 11 વર્ષની નાની…

ખેડૂતોને બટાકા અને ડુંગળીમાં સબસીડી અપાશે: નીતિન પટેલ

ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિતના રાજ્યોએ ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે. કારણકે સરકારના મતે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અન્ય રાજ્યો કરતા સારી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો ખેડૂતોને લાભ…

વિરમગામ: વરસાદી ગટરના કામમાં બેદરકારીની લોક ફરિયાદો ઉઠી

વિરમગામમાં ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાન અંગે વરસાદી ગટરનાં કામમાં બેદરકારી રાખતાં લોક ફરિયાદ ઉઠી છે. શહેરમાં ચોમાસામાં સામાન્ય વરસાદે શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. તંત્ર દ્વારા આશરે બે કે ત્રણ કિલોમીટર લાંબી વરસાદી પાણીની ગટરનું…

રાષ્ટ્રપતિપદના ઉમેદવારની ભાજપ દ્વારા ઘોષણાથી કાર્યકરો ઉત્સાહિત

ભાજપ દ્વારા એનડીએના ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રામનાથ કોવિંદનું નામની ઘોષણા કરવામાં આવી હતી. જેને પગલે અમદાવાદના ખાનપુર ખાતે ભાજપના કાર્યાલય પર કાર્યકર્તાઓએ જય ભીમના નારા સાથે સરઘસ કાઢી ફટાકડા ફોડી ઉજવણી કરી…