VIDEO : આ ફિલ્ડરે કર્યો અકલ્પનીય કેચ, જોશો તો દંગ રહી જશો!

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી નેટવેસ્ટ ટ્વેન્ટી-20 બ્લાસ્ટ 2017 ટૂર્નામેન્ટમાં આજકાલ એક કેચની ઘણી પ્રશંસા થઇ રહી છે. યોર્કશાયર અને લંકાશાયર વચ્ચે રમાયેલી મેચમાં યોર્કશાયરના જૈક લીનિંગે એક એવો અકલ્પનીય કેચ પકડ્યો હતો કે, જેને જોઇને લોકો ચકિત થઇ ગયા હતા.

યોર્કશાયરના બેટસમેન જૈક લીનિંગે બીજી ઇનિંગ્સમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો એ સમયે આઠમી ઓવરના છેલ્લા બોલ પર લંકાશાયરના બેટસમેન લીલીએ લિયામ પ્લન્કેટના ફૂલ ટૉસ બોલને જૈકની તરફ રમ્યો હતો પરંતુ, આ અશક્ય લાગતો કેચ જૈકે ઉછળીને પકડી લેતા હાજર લોકો પણ આશ્વર્યચકિત થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં યોર્કશાયરના 183 રનના લક્ષ્યનો પીછો કરતા લંકાશાયર આ મેચ 19 રનથી હારી ગયું હતું.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage