સુંદરતા મેળવવા માટે કોસ્મેટિક્સ નહીં, પરંતુ બદલો તમારું ડાયટ

સામાન્ય રીતે સુંદરતાની વાત આવે એટલે તુરંત સ્ત્રીઓનું ધ્યાન  વિવિધ કોસ્મેટિક પ્રોડક્ટ તરફ જ ખેંચાય છે પરંતુ તમે તમારા માટે તથા તમારા પરિવારના  સ્વાસ્થ્ય અને સુંદરતાને જાળવવા માટે ડાયટ તરફ ધ્યાન આપો તો સુંદરતા આપોઆપ મળશે.

તમે તમારા ફૂડ રેજિમમાં  ફેરફાર કરશો તો તેનો ફાયદો તમને તુંરત જોવા મળશે . હાલમા શિયાળાની સિઝનમાં તમે વિવિધ શાકભાજી અને ફળોનો ફાયદો પૂરતા પ્રમાણમાં ઉઠાવી શકો છો. ગાજર, બીટ, હળદર એવી વસ્તુઓ છે જે તમને પૂરતા પ્રમાણમાં હેલ્ધી રાખશે અને શરીરને આંતરિક રીતે પણ સુંદર બનાવશે.

તમે કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર તમારી ત્વચાને હેલ્ધી અને ખૂબસૂરત બનાવી શકો છે. તમારાં ડાયટમાં આ વસ્તુઓનું સેવન કરવાથી તમારા ત્વચામાં નિખાર આવી શકે છે.

ગાજર – ગાજરમાં વિટામિન ઇ હોય છે જે ત્વચાના ટિશ્યુને રિપેર કરી તેને સંતુલિત કરવા માટે વિટામિન ઇની આવશ્યકતા પડે છે. તેના કારણે સ્કીનની ડ્રાયનેસ પણ દૂર થાય છે.

સ્ટ્રોબેરી- સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તેના કારણે ત્વચાના સેલ્સ નાશ પામે છે.

બીટરૂટ પણ ખૂબ ગુણકારી છે તમે પાલક અને બીટરૂટ જ્યૂસ તરીકે શાકભાજી તરીકે વાપરીને આંતરિક રીતે ફાયદો મેળવી શકો છો.

ઇંડા- ઇંડામાં બાયોટીન સારી માત્રામાં હોય છે. તેની સાથે વિટામિન બી હોય છે જે ત્વચાની સાથે સાથે નખ અને વાળ માટે પણ સારૂ છે. ઇંડામાં સેલેનિયમ હોવાને કારણે વૃદ્ધાવસ્થામાં ત્વચા પર થતી કરચલીઓ દૂર થાય છે.

બદામ- બદામમાં સારી માત્રામાં ફેટી એસિડ અને વિટામિન ઇ હોવાને કારણે ત્વચાને સૂરજના કિરણોથી બચાવે છે.

પાણી- પાણી પીવા કારણે ત્વચા પર ચમક આવે છે સાથે સાથે ત્વચા પરની કરચલીઓ અને પિંપલ્સની સમસ્યા પણ દૂર થાય છે. આ ફૂડ્સના સેવન સિવાય તમે ગળ્યું,મીઠું અને ઓઇલી ખોરાકથી જો દૂર રહો ત્વચામાં જરૂર નિખાર આવશે. ઉપરાંત સિઝનમાં મળતા આંબળાને તમે કાચા, આથેલા કે  જ્યૂસ તરીકે લઈ શકો છો

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter