વાસ્તુ ટિપ્સ : ઘરમાં ફક્ત સમૃદ્ધિ જ નહી પરંતુ શાંતિ પણ લાવશે મની પ્લાન્ટ

આમ તો ઘરમાં મૂકવા માટે તમને પૉમ લીવ્સ, બોનસાઈ જેવા ઘણા ઇનડોર પ્લાન્ટ્સ મળી જશે, પરંતુ ઓછા ખર્ચે મની પ્લાન્ટ તમારા ઘરની શોભા તો વધારે જ છે પરંતુ તે ઘરમાં સમૃદ્ધિની સાથે શાંતિ પણ સ્થાપે છે. જો કેઆ પ્લાન્ટને લઈને લોકોના મનમા વિવિધ ધારણાઓ છે, જેવી કે – આ છોડને ઘરમાં લગાડવાથી પૈસા આવે છે, તો કેટલાકનુ માનવુ છે કે આ છોડ લગાડવાથી ઘરના માણસોનુ પ્રમોશન થાય છે.

ભલે આ વાતો તર્કની કસોટી પર ખરી ન ઉતરતી હોય, પરંતુ આ વાત તો નક્કી છે કે મની પ્લાન્ટના ચમકતા લીલા પાનથી ઘરની સુંદરતા વધી જાય છે અને આને જોતા આંખોને ઠંડક મળે છે.

મની પ્લાન્ટની સૌથી મોટી ખાસિયત છે કે ઘર હોય કે આંગણ આ પ્લાન્ટ ક્યાય પણ સરળતાથી લાગી જાય છે. સાથે જ આ ફક્ત પાણીમાં પણ લગાવી શકાય છે. આની સાચવણી માટે વધુ મહેનત પણ નથી કરવી પડતી. આને ઘરની અંદર અને બહાર બંને બાજુ મુકી શકાય છે. જે ખૂણામાં મની પ્લાન્ટ હોય તે તરફ નજર જતી જ રહે છે. તમે આને વધુ આકર્ષક બનાવવા આ ચમકતા પાનને કાપીને સારો શેપ પણ આપી શકો છો.

આ બાબતોનું ધ્યાન રાખો : – 

 – જો તમે પ્લાન્ટને કોઈ પાણીના ડબ્બામાં કે બોટલમાં અથવા વાસમાં લગાવ્યુ છે તો તેનુ પાણી દરેક અઠવાડિયે બદલો. ધ્યાન રાખો કે પાણી ઉપર સુધી ન ભરો, થોડો ભાગ ખાલી રહેવા દો.

– આમ તો બજારમાં તમને ઘણા પ્રકારના મની પ્લાન્ટ મળી જશે. પરંતુ લીલા પાન અન સફેદ લાઈનવાળા પાન હાલ વધુ ચાલી રહ્યા છે, જેને તમે હેંગિગ બાસ્કેટ કે પોટમાં લગાવીને રંગબિરંગી સ્ટોનથી સજાવીને તમારા લિંવિંગ રૂમમાં રાખી શકો છો.

– તમારા પ્લાન્ટને જુદો લુક આપો. જેમ કે આને લગાવવા માટે સ્કોયર કે સ્ટ્રેટ લાઈનવાળા કંટેનર અથવા વાંસનો ઉપયોગ કરો. કુંડાને સેરેમિક અને પેઇન્ટથી સજાવો, જેનાથી તમને પ્લાન્ટ વધુ આકર્ષક લાગશે.

– સારા ગ્રોથ અને પોષણ માટે માટીમાં ખાતર નાખો અને પ્લાન્ટને થોડીવાર તડકામાં રાખો.

– તેને સહારો આપવા માટે મોસસ્ટિકનો પ્રયોગ કરવાથી તેનો ગ્રોથ સારો થવા ઉપરાંત તેની સુંદરતા પણ વધી જશે. કારણ કે તેના મૂળને પણ પોષણ મળતુ રહેશે.

– મની પ્લાન્ટના પાન પર ગંદકી એકત્ર ન થવા દો. તેના પાન પર જામેલી ધૂળને કપડાંથી સાફ કરો અથવા સ્પ્રે કરો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter