આરામની ઉંઘ લેવી છે તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

દરેક વ્યક્તિ  આખો દિવસ કામ કર્યા બાદ આરામની ઉંઘ લેવા માંગે છે જો કોઈ કારણસરસ તમારી ઉંઘ પૂરી નહીં થઈ હોય તો તમે આખો દિવસ થાક અને સુસ્તીનો અનુભવ કરશો.  જો તમારા બેડરૂમમાં તમામ સુવિધા છે તમારે ઉંઘવું છે તેમ છતાં તમને ઉંઘ નથી આવતી તો તમારે કેટલીક વાસ્તુટિપ્સને અનુસરવું જોઈએ.

જેમ કે  તમારો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ  એટલે કે નૈઋત્ય ખૂણામાં અથવા તો પછી ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય ખૂણામાં હોવો જોઈએ.

જો તમારું ઘર બે માળનું હોય તો ઉપરના માળે શયનકક્ષ દક્ષિણ પશ્ચિમમાં હોવો જોઈએ,

સૂતી વખતે માથું દીવાલને સ્પર્શે તે રીતે સૂવુ જોઈએ.

સૂતી વખતે પગ દક્ષિણ અથવા તો પૂર્વ દિશામાં ન હોવા જોઈએ.

ઉત્તર દિશામાં પગ રાખીને સૂવાથી સ્વાસ્થ્યના લાભ તથા આર્થિક લાભની શક્યતાઓ રહે છે.

પશ્ચિમ દિશામાં પગ રાખીને સૂવાથી શરીરનો થાક ઉતરે છે અને સારી ઉંઘ આવે છે.

આ ઉપરાંત પણ એવી કેટલીક નાની -નાની બાબતો છે જેનું ધ્યાન રાખવાથી  તમે સારી ઉંઘ લઈ શકો છે. બેડરૂમમાં નાના ફેરફાર અથવા તો પલંગની ગોઠવણી કરતી વખતે  વાસ્તુને લગતી કેટલીક બાબતોને અનુસરવાથી તમે  સ્વાસ્થ્યપૂર્ણ ઉંઘ લઈ શકો છે આ વાસ્તુ ટિપ્સ આ પ્રમાણે છે.

પથારી સામે અરિસો ન લગાવવો જોઈએ.

શયનકક્ષના દરવાજાની સામે પલંગ ન રાખો.

ડબલબેડના ગાદલા જો છૂટા હોય તો તેને વ્યવસ્થિત રીતે ભેગા કરીને પાથરો ગાદલા એકબીજાન સ્પર્શેલા  રાખવા જોઈએ. શક્ય હોય ત્યા સુધી બેડની સાઇઝનું એક જ ગાદલું રાખવું.

બેડરૂમના દરવાજાનો અવાજ ન આવે તે ઇચ્છનીય છે.

શયનકક્ષમાં ધાર્મિક ફોટા ન લગાવવા જોઈએ.

પલંગનો આકાર ચોરસ રહે તે યોગ્ય છે.

બેડને ક્યારેય છતના બીમ નીચે ન રાખવો જોઈએ.

સૂવા માટે લાકડાનો પલંગ યોગ્ય છે. ક્યારેય લોખંડના કે અન્ય ધાતુના પલંગનો ઉપયોગ ન કરવો જોઈએ.

 


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter