વેલેન્ટાઇન્સ ડે પર તમારા પાર્ટનરને  ગિફ્ટ આપતી વખતે આટલું ધ્યાન રાખો

 

 ગુલાબ આપતી વખતે રાખો ધ્યાન

 

વેલેન્ટાઇન્સ ડેના દરેક પ્રેમી હૃદય પોતાના  સાથીને કોઈન કોઈ ભેટ આપવા માંગે છે.  તેમાંય ખાસ કરીને  દરેક કપલ એકબીજાને ગુલાબ તો આપે જ છે. પરંતુ  ગુલાબ આપતી વખતે  એક બાબતનુ ખાસ ધ્યાન  રાખવું જોઈએ.  કે તમારા પાર્ટનરને ગુલાબની  એલર્જી તો નથી ને? આમ તો ફ્રેન્ચ ગુલાબની  ખાસ સુગંધ હોતી ન નથી, પરંતુ  ઘણા લોકોને ગુલાબની સ્મેલ  પસંદ નથી. અને વેલેન્ટિન્સ ડે આવાત વેપારીઓ  ગુલાબના જથ્થાનો સંગ્રહ કરી લેતા હોય છે તેથી તેને એક ટિપિકલ  સ્મેલ  આવતી હોય છે જેનાથી ઘણાને શ્વાસ અથવા તો  છીંકો આવવા લાગે છે.

 

 ભગવાનની મૂર્તિને ગિફ્ટમાં ન આપો

 પ્રેમી યુગલ ઘણી વાર એકબીજાને રાધા કૃષ્ણની મૂર્તિ ગિફ્ટ આપે છે પરંતુ   રાધા કૃષ્ણ સદા એકબીજાથી દૂર રહ્યા હતા તેથી આ મૂર્તિઓ ભેટમાં ન આપવી જોઈએ. આ ઉપરાંત અન્ય કોઈ પણ  મૂર્તિ ન આપવી. કારણ કે મૂર્તિને હંમેશા પૂજા કરીને વ્યવસ્થિ રાખવી જોઈએ. અને  હંમેશાં તેની યોગ્ય રીતે પૂર્જા અર્તના કરવી જરૂરી  છે તેથી મૂર્તિ ગિફ્ટમાં ન આપવી  જોઈએ..

 

 સ્પ્રે કે  ડીઓ

સ્પ્રે અથવા તો ડીઓમાં પણ ખાસ તો તેની સ્મેલ અંગે જાણકારી રાખવી જરૂરી છે.     કારણ કે  ક્યારેક જો સ્મેલ  અનુકૂળ ન આવે તો  વ્યક્તિને માથાનો દુખાવો થઈ શકે છે.  તમે પ્રથમ વાર કોઈ ડીઓ કે સ્પ્રે ગિફ્ટ કરી રહ્યા હો તો એ જાણી લો કે  તમારા સાથીને કેવા પ્રકારની સ્મેલ પસંદ છે.

 

પ્રોફેશનને લગતી વસ્તુ ન આપવી

કોઈ પણ પ્રસંગે વ્યક્તિને પ્રોફેશનને લગતી વસ્તુ ન આપવી જોઈએ.  ખાસ કરીને  વેલેન્ટાઇન્સ ડે પર   આવી કોઈ ગિફ્ટ ન આપવી જોઈએ.  પ્રોફેશન  તે  કારોબાર સાથે

 

પુસ્તકની ભેટ પસંદગી પ્રમાણે આપો

 

ઘણા બધા કપલ એક બીજાને પુસ્તકની ભેટ આપતા હોય છે  પરંતુ આ ગિફ્ટ આપતા પહેલા  કપલે  એકબીજાની પસંદગીના પુસ્તક  વિશે યોગ્ય માહિતી મેળવી જોઈએ અને    તે પ્રમાણેના ફિક્શન કે નોન ફિક્શન,  પાર્ટનરની પસંદગી આધારિત પુસ્તકો ભેટમાં આપવા જોઈએ.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter