વડોદરામાં વિના વરસાદે ભૂવા પડતા તંત્રની પોલ ઉઘડી ગઇ

વડોદરામાં વગર વરસાદે ઠેર ઠેર પડી રહેલા ભૂવાઓ રોડ કૌભાંડની ચાડી ખાય છે. નવા પુરામાં ચાર દિવસ પહેલા પાંચ ભૂવાઓ બાદ આજે વડોદરા શેરીના કોઠી જેલ રોડ પર સમી સાંજે 10 ફૂટ કરતાં વધુ મોટો ભૂવા પડ્યો. જે વીએમસીના કરપ્શનની સાક્ષી રૂપ છે. આ ભુવો જે સ્થળે પડ્યો છે તે સ્થળ પાસે જ પાણીની મુખ્ય પાઇપ લાઈન આવેલી છે.

જ્યાં ભુવો પડવાના કારણે દાંડિયા બજાર અને કોઠી વિસ્તાર  અને સયાજીગંજ વિસ્તાર  રહીશોને સાંજે પાણી મળ્યું ના હતું. સેવાસદનના મોટાભાગના કામો કોન્ટ્રાક્ટ પર  આપી દે છે અને  પછી  તે કામના યોગ્યતા અને ગુણવતાની ચકાસણીમાં ઉણુ ઉતરી રહ્યુ છે.

જેને લઈને હલકી ગુણવતા વાળા કામને લઇને ભુવા પડી રહ્યા છે. હજી ગત વર્ષે આ રોડ નું સમારકામ થયું  હતું અને માત્ર એક વર્ષ ના સમયમાં વગર વરસાદે ભુવા પડી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter