મહિલાએ વાનરના નામે કરી પોતાની તમામ સંપત્તિ, કારણ જાણીને થશે આશ્વર્ય

ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં પશુઓ પ્રત્યેના પ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સોમાં મુખ્ય પાત્ર છે ચુનમુન (વાનર). ચુનમુનના કારણે આ મહિલાના જીવનમાં એટલી ખુશીઓ આવી કે તેણે પોતની તમામ સંપત્તિ પોતના પાલતુ વાનરના નામે કરી દીધી. ચુનમુનનુ જ્યારે ગત વર્ષે મોત નિપજ્યું ત્યારે મહિલાએ પોતના ઘરમાં તેનું મંદિર બનાવી દીધું. ગત મંગળવારે મંદિરમાં રામ-લક્ષ્મણ અને સીતા સાથે વાનરની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી. આ અવસરે તેણે ભંડરો પણ કરાવ્યો. મહિલએ પોતાના ઘરનું નામ પણ વાનરના નામ પર રાખ્યું છે.

કવિયિત્રી સબિસ્તાને આ વાનર આશરે 13 વર્ષ પહેલા મળ્યુ હતું. તે માનતી હતી કે ચુનમુનના આવ્યા બાદ તેનું જીવન બદલાઇ ગયેં હતુ. સબિસ્તા એક મુસ્લિમ છે તેમ છતાં તેણે ઘરમાં મંદિર બનાવડાવ્યું. તેણે 1998માં બ્રજેશ શ્રીવાસ્તવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને કોઇ સંતાન નથી.

મહિલાએ જણાવ્યું કે લગ્ન બાદ તેઓ દેવાદાર બની ગયા હતા તે પછી તેમના જીવનમાં ચુનમુનનો પ્રવેશ થયો. તેમણેન એક મદારી પાસેથી ચુનમુનને લીધો હતો. તે વખતે તે ફકત ત્રણ મહિના હતી. તે અમારા માટે ભાગ્યશાળી સાબિત થયો અને અમે તમામ દેવુ ચુકતે કરી દીધું. તે પછી અમને ધન અને સંપત્તિ તમમ હાંસેલ થયુ.

સબિસ્તાએ ચુનમુનનું પાલન કર્યું. તેના માટે ખાસ ત્રણ રૂમ હતા અને તેમાં હીટર અને એસી જેવી સુવિધાઓ પણ હતા. 2010માં તેના છજલાપુર નિવાસી અશોક યાદવના ત્યાં રહેલી માદા વાનર સાથે લગ્ન કરાવ્યા હતા. મહિલાએ ચુનમુનના નામે એક સંસ્થા ઉભી કરી છે અને તમામ સંપત્તિ તેના નામે કરી દીધી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter