H1-B : અમેરિકામાં જૉબ કરવાને લઈને આવી ખુશખબરી

અમેરિકામાં નોકરી કરવા ઇચ્છુક ભારતીય આઇટી પ્રોફેશનલ્સ તરફથી H1-B વીઝાની અરજી 2 એપ્રિલથી સ્વીકારવામાં આવશે. મંગળવારે અમેરિકાની સરકાર સંબંધિત એજન્સી યૂએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝે આ અંગે ઘોષણા કરી છે. ખાસ વાત એ છે કે આ વખતે એજન્સીએ તમામ H1-B વીઝા અરજીઓની પ્રિમિયમ પ્રોસેસિંગને સ્થગિત કરી દીધી છે. જો કે દર વર્ષે પ્રિમિયમ પ્રોસેસિંગ માટે વીઝા એપ્લીકેશનની સંખ્યા નક્કી કરવામાં આવતી હતી.

H1-B વીઝા એક બિન-શરણાર્થી વીઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓને વિશેષજ્ઞતા ધરાવતા તે વિદેશી કર્મચારીની ભરતી કરવાની મંજૂરી મળે છે જેમાં સૈદ્ધાંતિક અથવા ટેકનિકલ વિશેષજ્ઞતાનો કરાર છે. ટેકનિકલ ક્ષેત્રની કંપનીઓ ભારત અને ચીન જેવા દેશો માંથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકોની નિયુક્તિ માટે તેના પર આધારિત રહે છે.

H1-B વીઝા એપ્લિકેશન અંગેની તાજેતરની ઘોષણા 1 ઓક્ટોબર 2018ના રોજથી શરૂ થઇ રહેલા નવા અમેરિકન નાણાકીય વર્ષ 2019 માટે છે. તમામ H1-B એપ્લિકેશનની પ્રિમિયમ પ્રોસેસિંગના આગ્રહ સ્વીકાર કરતુ રહેશે જે નાણાકીય વર્ષ 2019ની ઉપરી સીમાથી મુક્ત છે.

યૂએસસીઆઇએસનું કહેવું છે કે પ્રિમિયમ પ્રોસેસિંગ પર અસ્થાયી રૂપે રોક લગાવવામાં આવી છે પરંતુ જો કોઇ અરજદાર માપદંડ પૂરા કરે તો તે નાણાકીય વર્ષ 2019ની આવેદન પ્રક્રિયા ઝડપી કરવાનો આગ્રહ કરી શકે છે. એજન્સીએ કહ્યું કે પ્રિમિયમ પ્રોસેસિંગ પર અસ્થાયી રોકથી H1-B પ્રોસેસિંગનો કુલ સમય ઘટાડવામાં મદદ મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter