GSTV
Home » News » Wow ! આ કંપનીમાં કામ કરવાના નહી,પરંતુ રજાઓ ગાળવા માટે મળે છે 5 લાખ રૂપિયા

Wow ! આ કંપનીમાં કામ કરવાના નહી,પરંતુ રજાઓ ગાળવા માટે મળે છે 5 લાખ રૂપિયા

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે જો તમે રજા પર જાઓ તો તમારી સેલરી માંતી પૈસા કપાઇ જાય છે પરંતુ દુનિયામાં એક એવી કંપની છે જ્યાં રજાઓ ગાળવા માટે પૈસા મળે છે. હકીકતમાં યુએસની એક સૉફ્ટવેર કંપનીમાં રજીઓ લેવી ગંભીર મુદ્દો માનવામાં આવે છે. અહી કામ કરનાર દરેક કર્મચારીને દર વર્ષે 7,500 ડૉલર એટલે રે આશરે પાંચ લાખ રૂપિયા બોનસ કરીકે આપવામાં આવે છે. પરંતુ સાથે એવી શરત મુકવામાં આવે છે કે આ દરમિયાન તેમણે કંપનીના કામકાજથી દૂર રહેવું પડશે. જો તમે આ નિયમનો ભંગ કરો તો તમને આપવામાં આવેલા પૈસા પરત લઇ લેવામાં આવે છે.

આ કંપની અમેરિકાના ડેનવર શહેરમાં છે. આ એક સૉફટવેર કંપની છે. આ કંપનીના નિયમો અનુસાર કર્મચારીએ રજાઓ લેવી ફરજિયાત છે. આ ઉપરાંત તમે રજાઓ દરમિયાન કંપનીનું કોઇ કામ કરો તો તમારી સેલરી માંથી પૈસા કપાઇ જાય છે.

આ કંપનીનું નામ છે ફુલકૉન્ટેક્ટ્સ. કંપનીના ફાઇનાન્સ અને ઓપરેશન ડાયરેક્ટર જેનેટ રસલે જણાવ્યું કે જ્યારે તે રજા પર હોય છે ત્યારે ઇમેઇલ એપ્લિકેશન ડિલિટ કરી દે છે અને પોતાનું લેપટોપ કોઇ ખૂણામાં મુકી દે છે. આ જ તેમની કંપનીની પોલીસી પણ છે. તેમણે જણાવ્યું કે જ્યારે આપણે વર્ક લાઇફ બેલેન્સ કરીએ છીએ ત્યારે આપણે તે કામ પુરુ કરીને પણ બતાવીએ છીએ આ તેનો પુરાવો છે.

આ કંપની પોતાના કર્મચારીઓને દરવર્ષે બોનસ તરીકે પાંચ લાખ રૂપિયા ચુકવે છે. ફક્ત શરત અનુસાર તેણે કંપનીના કામથી દૂર રહેવાનું છે. કંપનીનું માનવુ છે કે તેનાથી કર્મચારીઓમાં એક નવી ઉર્જા પેદા થાય છે અને તે પોતાના કામ પર સારી રીતે ફૉકસ કરી શકે છે. કંપનીનું કહ્વું છે કે રજાઓ ગાળ્યા બાદ કર્મચારી ફરીથી પોતાના ટાર્ગેટને પૂરો કરવામાં લાગી જાય છે અને સારુ પરિણામ આપે છે.

Related posts

ફરી એકવાર મળશે મોદી-ટ્રંપ, જાણો ક્યારે અને ક્યાં

Kaushik Bavishi

આ મશહૂર એક્ટ્રેસનો ફેન બંદૂક લઈ રૂમમાં ઘુસી ગયો અને બોલ્યો, ‘મારી સાથે લગ્ન કરી લે….’

Mayur

પહેલી વાર જાણો પ્રિયંકા-નિકની લવ સ્ટોરી, જોધપુરમાં લગ્ન કરવા ન હતી માગતી દેશી ગર્લ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!