અરુણ જેટલીના US પ્રવાસ બાદ ભારત પર અમેરિકાની નીતિનો થશે ખુલાસો

અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન ભારત માટેની અમેરિકાની નીતિનો ખુલાસો કરવાના છે. ભારતના નાણાં પ્રધાન અરુણ જેટલીના એક સપ્તાહના અમેરિકા પ્રવાસના સમાપ્ત થયાના બે દિવસ બાદ ટિલરસન સંબોધન કરવાના છે.

ટિલરસન ડિફાઈનિંગ અવર રિલેશનશિપ વિથ ઈન્ડિયા ફોર ધ નેકસ્ટ સેન્ચ્યુરી વિષય પર સેન્ટર ફોર સ્ટ્રેટજીક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં ભાષણ આપવાના છે. વિદેશ પ્રધાન પદ સંભાળ્યા બાદ ટિલરસન ભારત પર પહેલીવાર અમેરિકાનું વલણ સ્પષ્ટ કરશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એશિયા મુલાકાત પહેલા ટિલરસનના ભાષણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગત માસમાં અમેરિકાના વિદેશ પ્રધાન ટિલરસને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી અલગ ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે બેઠક કરી હતી.

રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે ભારત સાથે સંબંધો મજબૂત કરવા બાબતે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ અમેરિકાના પ્રધાનો સાથેની વાતચીતમાં એચ-વન-બી વીઝા સહીતની ભારતની મુખ્ય ચિંતાઓને ઉઠાવી હતી.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter