US દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે દબાણ, પાક. મીડિયાનો દાવો

અમેરિકા ગુપચુપ રીતે ભારત અને પાકિસ્તાન પર ફરીથી વાતચીત શરૂ કરવા માટે દબાણ નાખી રહ્યું છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર પરમાણુ શક્તિ સંપન્ન પાડોશીઓ વચ્ચે તણાવ ઘટાડવા ઈચ્છે છે.

પાકિસ્તાની મીડિયામાં આવેલા એક અહેવાલમાં દાવો કરાયો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોને સામાન્ય કરવાની અમેરિકાની કોશિશોનો ઉદેશ્ય અફઘાનિસ્તાન મામલા પર વધુ ધ્યાને કેન્દ્રીત કરવાની તેની કોશિશોનો હિસ્સો છે.

પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂને સરકારી અધિકારીઓ અને કૂટનીતિક સૂત્રોને ટાંકીને પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસન હાલમાં ભારત અને પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા. ટિલરસને બંને દેશોના નેતૃત્વ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

પાકિસ્તાની અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે ટિલરસનની મુલાકાત બાદ લાગે છે કે પડદા પાછળ ચાલી રહેલી કોશિશો કામિયાબ થવાની શરૂઆત થઈ ચુકી છે. કારણ કે વિવાદીત કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે તાજેતરમાં હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે બંને દેશોની સરહદો પર ગત બેથી ત્રણ વર્ષોથી લોહિયાળ ઘર્ષણો થઈ રહ્યા છે. શસ્ત્રવિરામ ભંગ અને સામાન્ય લોકોને થયેલા નુકસાનના મામલામાં હાલનું વર્ષ ઘણું ખરાબ રહ્યું છે.

પડદા પાછળ ચાલી રહેલી કવાયતથી વાકેફ અધિકારીઓને ટાંકીને પાકિસ્તાની અખબારે દાવો કર્યો છે કે ટ્રમ્પનું વહીવટી તંત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે તાણવ ઘટાડવાની મનસા ધરાવે છે.

એક વરિષ્ઠ અધિકારીએ નામનો ખુલાસો નહીં કવાની શરતે પાકિસ્તાની અખબારને જણાવ્યું છે કે ટિલરસને પાકિસ્તાનને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટી તંત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ ચાહે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter