પાકિસ્તાન પર નજર રાખી અમારી મદદ કરી શકે છે ભારત : UNમાં અમેરિકાના રાજદૂત

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓના સમર્થન મામલે આકરું વલણ અખત્યાર કર્યું હોવાનું જણાવ્યું છે. નિક્કી હેલીએ કહ્યું છે કે પાકિસ્તાન પર નજર રાખવામાં ભારત અમેરિકાને મદદરૂપ થઈ શકે છે. નિક્કી હેલીએ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ ટીપ્પણી અમેરિકા-ભારત ફ્રેન્ડશિપ કાઉન્સિલના કાર્યક્રમમાં કરી હતી.

ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો મામલે અમેરિકાના ઉચ્ચ રાજદ્વારીએ એક મોટી ટીપ્પણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને સમર્થન આપવાના મામલે કડક વલણ અખત્યાર કર્યું છે. તેથી પાકિસ્તાન પર નજર રાખવામાં ભારત અમેરિકાની મદદ કરી શકે તેમ છે.

અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયામાં આતંકવાદ સામે લડવા માટેની તાજેતરમાં ટ્રમ્પ દ્વારા ઘોષિત કરવામાં આવેલી વ્યૂહરચનાનો પણ નિક્કી હેલીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ક્હ્યું છે કે આ રણનીતિની મહત્વપૂર્ણ બાબતોમાંથી એક ભારત સાથે અમેરિકાની રણનીતિક ભાગીદારી વિકસિત કરવાની છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાનું આ નિવેદન પાકિસ્તાનને આંચકારૂપ નિવડે તેવી શક્યતા છે. કારણ કે તે અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાનો સતત વિરોધ કરી રહ્યું છે.

નિક્કી હેલીએ ક્હ્યું છે કે અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયામાં અમેરિકાનું હિત આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોને ખતમ કરવામાં છે. આવા આતંકી આશ્રયસ્થાનો અમેરિકાના હિત માટે ખતરારૂપ છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોને આતંકવાદીઓની પહોંચથી દૂર રાખવાની જરૂરી છે. નિક્કી હેલીએ કહ્યું છે કે અમેરિકા તેના રાષ્ટ્રીય, ઊર્જા, અર્થવ્યવસ્થા, કૂટનીતિક અને સેનાના તમામ તત્વોનો ઉપયોગ કરશે.

અમેરિકા-ભારત મૈત્રી પરિષદ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હેલીએ કહ્યું છે કે ટ્રમ્પે આતંકવાદીઓને સમર્થન આપવાના મામલે પાકિસ્તાન સામે આકરું વલણ અખત્યાર કર્યું છે. યુએન ખાતેના અમેરિકાના રાજદૂતે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ખાસ કરીને આર્થિક તથા વિકાસના ક્ષેત્રમાં મદદ માટે અમેરિકા ભારત તરફ જોઈ રહ્યું છે. ભારત દક્ષિણ એશિયામાં સારું પાડોશી અને સાથીદાર છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter