USમાં વધુ એક ગુજરાતીની હત્યા, ધોરાજીના યુવાનની ગોળી મારી હત્યા કરાઇ

અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટના બંદ થવાનું નામ નથી લઇ રહી. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. ધોરાજીના મારડ ગામના વતની પ્રતિક જાગાણી નામના યુવકની અમેરિકામાં ગોળી મારી હત્યા કરાઈ છે.

ધોરાજીના મારડ ગામના પ્રતિક જાગાણી અમેરિકાના બર્લિનની હોટલમાં કામ કરતો હતો. તે સમયે નીગ્રોએ ફાયરિંગ કરતા પ્રતિકનું મોત થયું હતું. પ્રતિક છેલ્લા 7 વર્ષથી બર્લિંનમાં રહેતો હતો. તેની સાથે તેના માતા-પિતા પણ રહેતા હતા. પ્રતિક માતા-પિતાનું એકનું એક સંતાન હતો.

પ્રતિકના માત્ર ત્રણ મહિના પહેલા જ 21 એપ્રિલે નડિયાદની પ્રિયા નામની યુવતી સાથે લગ્ન થયા હતા.મહત્વનું છે કે પ્રતિકની હત્યા બાદ તેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા પછી વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થયા છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter