USમાં ભારતીય મૂળની ડૉક્ટરની હત્યા, દર્દીએ છરીના ઘા ઝીંક્યા

અમેરિકામાં વધુ એક વખત ભારતીય મૂળના વ્યક્તિને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. કેન્સાસ સીટીમાં ભારતીય મૂળના તબીબની હત્યા થઈ છે.

57 વર્ષના અચ્યુત રેડ્ડી અમેરિકામાં મનોરોગના ચિકિત્સક હતા. જેઓ તેલંગાણાના નેલગોંડાના વતની હતા. તેઓ વિવિધ હોસ્પિટલમાં સાઈકિયાટ્રિસ્ટના રૂપમાં પ્રેક્ટિસ કરતા હતા અને વિચિતામાં હોલિસ્ટિક સાઈકિયાસ્ટ્રિસ સેન્ટર ચલાવતા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અચ્યુત રેડ્ડીને તેમના દર્દીએ જ ચાકુ માર્યુ છે. બુધવારે સાંજે ઉમર રાશિદ્દ દત્તે ડોકટરે રેડ્ડીનો પીછો કર્યો હતો.અને ક્લિનિકમાં જ ચાકુ મારી હત્યા કરી હતી.જેથી તબીબનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

પોલીસે તબીબનો મૃતદેહ પાર્કિંગના પાછળના ભાગેથી મેળવ્યો હતો.આ મામલે પોલીસે 21 વર્ષના ઉમર રશીદ દત્ત નામના સંદિગ્ધ યુવકની ધરપકડ કરી છે. હત્યા બાદ ઉમર રાશિદ લોહીથી લથબથ કપડા પહેરીને ફરી રહ્યો હતો.પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. જો કે હત્યાનું કારણ જાણી શકાયુ નથી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter