ભારતમાં 13 જૂલાઈના રોજ અપડેટેડ વર્ઝન UPI 2.0 લોન્ચ થશે : જાણો મહત્વના ફિચર્સ

ભારતમાં ભીમ એપ એટલેકે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ગત જૂન મહિનાની વાત કરીએ તો,  માત્ર એક જ મહિનામાં UPIના માધ્યમથી રૂ.20 કરોડ ટ્રાન્જેક્શન થયાં હતાં. જેથી હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPIને અપગ્રેડ કરવાની યોજના બનાવી છે. UPIની મદદથી ફંડ ટ્રાન્સફર વધુ ઝડપી બને તે માટે NPCI ભારતમાં 13 જૂલાઈના રોજ અપડેટેડ વર્ઝન UPI 2.0 લોન્ચ કરશે. UPI 2.0માં હશે આ દિલચસ્પ ફિચર્સ મુજબ UPI 2.0માં કેટલાક મહત્વના ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમાં સૌથી મોટી વાત એ છે કે, યુઝર્સની ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.  આ સાથે જ ઓવરડ્રાફ્ટ વાળા ખાતામાંથી પણ પેમેન્ટની ચૂકવણી કરી શકાશે, હાલ માત્ર જે ખાતામાં નાણાં હોય તેવા ખાતાઓ માંથી જ પેમેન્ટ ચૂકવણીની સુવિધા મળી રહી છે. દુકાનદારોને તેના ગ્રાહકોના ખાતામાં નાણાં સિક્યોરિટી તરીકે બ્લોક રાખવાની સુવિધા પણ મળશે. UPI 2.0માં તમને ઓટો ડેબિટની સુવિધા પણ મળી શકશે. જેની મદદથી ગ્રાહકો તેમના બેંક ખાતામાંથી કોઈ પણ પ્રકારની લોન કે EMI માટે નિયમિત રૂપે નાણાં ડેબિટ કરવાની અનુમતિ આપી શકશે.

આ ફિચર ઓટો ડેબિટની જેમ કામ કરશે. સરળતાથી થશે ફ્લાઈટ, હોટલ બુકિંગ UPI 2.0માં ગ્રાહકો સરળતાથી ફ્લાઈટ ટિકિટ તેમજ હોટલ બુકિંગ પણ કરવી શકશે. રિઝર્વ બેંકે પ્રસ્તાવ આપ્યો છે કે, ઈ-વોલેટની મદદથી ચૂકવણી શરૂ કરવામાં આવે, પરંતુ હાલ માત્ર બેંક ખાતામાંથી ચૂકવણી થઈ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter