અવનવા કટ્સ વધારશે તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ, વોર્ડરોબ સામેલ કરો આ આઉટફિટ્સ

ફેશન નિષ્ણાતોએ  સરળતાથી પહેરી શકાય તેવા અનઇવન ક્ટસવાળા  લોંગ ડ્રેસ ડિઝાઇન કરીને માર્કેટમાં ઉતાર્યા છે. જે કોઈ પણ  વયજૂથની અને કોઈપણ પ્રકારની દેહયષ્ટિ ધરાવતી સ્ત્રી પહેરી શકે છે. અને તેમાં બોટમના ભાગે આવતા અનઇવન કટ્સ  આખા ડ્રેસ કે ગાઉનને એક નવો જ ગેટઅપ આવે છે.

 

અનઇવન કટ્સવાળા ગાઉન કે કુર્તી કમે પલાઝો કે  ચૂડીદાર સાથે પહેરી શકો છો .

 

જોકે હાલમાં સ્ત્રીઓમાં  પલાઝો ખૂબ લોકપ્રિય બન્યા છે તેથી તમે અનઇવન કટસવાળા ટોપ સિંગલ પણ પહેરી શકો છો અથવા પલાઝો  સાથે પણ પહેરી શકો છો.

આ પ્રકારના ગાઉન કોટન અને સિલ્ક તથા જ્યોર્જેટ જેવા મટિરિયલમાંથી હોય તો તે ખૂબ  સરસ લાગે છે.   ખાસ કરીને કોટનના સિંગલ કલર જેમ કે મરૂન , વ્હાઇટ, બ્લેક , ગ્રીન જેવા તમામ રંગો  સિંગલ ગાઉન માટે ખૂબ સરસ લાગે છે.

 

 

 અને સિલ્કના ગાઉનમાં તમે  બે કે ત્રણ કલરના વેરિયેશનવાળું મટિરિયલ વાપરી શકો છો અથવા તો એ પ્રમાણેના રેડીમેડ ટોપ પસંદ કરી શકો છો. અને તેની સાથે  તમે લાકડાના બિડ્સવાળી કે પોમ પોમ જ્વેલરી પહેરી શકો છો. અને અન્ય એકસેસરીઝમાં બેલ્ટની સાથે સાથે લોફર શૂઝ પહેરી શકે છે. જે તમે તસવીરોમાં પણ જોઈ શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter