ઉના અને વેરાવળમાં મેઘરાજાનું આગમન થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ઉનાના  દેલવાડા કોઝવે પર જળ સપાટી વધતા દેલવાડા ગોદરા ચોકમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાયા. છે. ગોદરા ચોકમાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી સોસાયટીના રહીશોની મુશ્કેલી વધી છે.

વેરાવળમાં મેઘરાજાનું આગમન થયું છે. મેઘરાજા અહીં મનમુકીને વરસી રહ્યા છે. વરસાદના પાણી શહેરના નિચાણ વાળા વિસ્તારમાં ભરાયા છે. જેથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. શહેરના જાહેરમાર્ગો પર પાણી ભરાવના કારણે વાહન ચાલકો અટાવાયા છે. તો ભારે વરસાદના પગલે ગીર સોમનાથમાં જનજીવન પર વ્યાપક અસર પડી છે.

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter