બ્રિટન પાસે છે દાઉદના 3 પાકિસ્તાની સરનામાં

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ બ્રિટેને ડોઝિયર તૈયાર કર્યુ છે. જેમાં તેના પાકિસ્તાનના ત્રણ સરનામાનો ઉલ્લેખ કરાયો છે.

તેમાં પહેલુ સરનામુ 37- ત્રીસમી સ્ટ્રી- ડિફેન્સ હાઉસ ઓથોરિટી- કરાંચી છે. બીજુ સરનામુ કરાંચીના હિલ એરિયામાં પલાટિયલ બંગ્લો અને ત્રીજુ સરનામુ પણ કરાંચીનું જ છે જેમાં વ્હાઉટ હાઉસ- સાઉદી મસ્જિદ પાસે ક્લિફટનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ડોઝિયરમાં ભારત સરકાર દ્વારા જે પાસપોર્ટ નંબર આપવામાં આવ્યો હતો તે રદ કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત દાઉદના લગભગ ડઝન જેટલા પાસપાર્ટનો ઉલ્લેખ છે.

મહત્વનું છે કે પાછલા સપ્તાહે બ્રિટેને ડોન દાઉદની ઘણી સંપત્તિઓને જપ્ત કરી હતી. તેનો કબજો મેળવવાની કાર્યવાહી પહેલા ડોન દાઉદ વિરુદ્ધ ઘણા પૂરાવા પણ એકત્ર કર્યા હતા. મુંબઈ પોલીસ- સીબીઆઈ- આઈબી- ઈડી અને આવકવેરા વિભાગ દ્વારા ભારત સરકારને પણ બ્રિટિશ સરકારની ઘણી મદદ કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage