ઇન્ટરનેટ સ્પીડ મામલે ભારત પાકિસ્તાન કરતા પણ પાછળ, ધીમી સ્પીડના મુખ્ય બે કારણો

ઇન્ટરનેટ સ્પીડના મામલે હાલમાં આપણે પડોશી દેશ શ્રીલંકા અને પાકિસ્તાન કરતા પણ પાછળ છીએ. બ્રિટનની ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટર કંપની ઓપનસિગ્નલના મુજબ ભારતના પડોશી દેશો (પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર)ની 4G ડેટા સ્પીડ ભારતના મુકાબલે ડબલ છે. આ દેશ વિકસિત બજારોના મામલામાં ભલે પાછળ હોય, પરંતુ ઇન્ટરનેટ સ્પીડના મામલામાં દુનિયાના અગ્રણી દેશોની નજીક છે. જો દુનિયાના વિકસિત દેશોમાં ઇન્ટરનેટ ગ્રાહકોને મળી રહેલી સ્પીડની વાત કરીએ તો, અમેરિકા, યુકે અને જાપાનમાં સૌથી વધુ સારી સ્પીડ મળી રહી છે.

બફરિંગની સમસ્યા ભારતમાં સામાન્ય

આજે આપણા દેશમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ 4Gથી આગળ વધીને 5Gની વાતો કરી રહી છે. ઘરેલુ બ્રોડબેન્ડ માટે ફાઈબર બેઝ્ડ પર આધારિત કંપનીઓ ભવિષ્યમાં 100Mbps સ્પીડ આપવાનો દાવો કરી રહી છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સ માટે બફરિંગની સમસ્યા આજે પણ સામાન્ય છે. દુનિયાના બીજા દેશોમાં ઇન્ટરનેટ યુઝર્સ માટે બફરિંગની સમસ્યા ન બરાબર જ છે, પરંતુ આપણા દેશમાં મોબાઈલ ગ્રાહકોન 4G નેટવર્ક ઉપયોગ કરતા હોવા છતાં હંમેશા ઇન્ટરનેટમાં બફરિંગની સમસ્યાથી પરેશાન હોય છે.

ભારતમાં નેટની એવરેજ સ્પીડ 6.1Mbps

ભારતમાં 4G લૉન્ગ ટર્મ ઇવોલ્યૂશનની એવરેજ સ્પીડની વાત કરીએ તો, તે આજે પણ 6.1Mbps પર જ છે, જ્યારે દુનિયાના બીજા દેશ ઇન્ટરનેટ સ્પીડના મામલામાં આપણાથી ઘણાં આગળ નીકળી ચૂક્યાં છે. આપણા દેશમાં જો આપણે ઇન્ટરનેટ સ્પીડની તુલના ગ્લોબલ સ્પીડથી કરીએ તો આપણે વૈશ્વિક રૂપથી આ મામલે લગભગ એક તૃતીયાંશ પાછળ છીએ. વૈશ્વિક સ્તર પર મોબાઈલ ડેટાની સ્પીડ ગ્લોબલ એવરેજ 17Mbps છે.

દુનિયાના 124 દેશોની રેંકિંગ લિસ્ટ

અમેરિકામાં ઇન્ટરનેટની સ્પીડ ટેસ્ટર કંપની ઉકલા (Ookla)એ દુનિયાના 124 દેશોની રેન્કિંગ લિસ્ટ તૈયાર કરી છે. આ યાદીમાં ભારતનો 109મો સ્થાન છે. ભારત આ યાદીમાં લગભગ અંતિમ સ્થાન પર દેખાઈ રહ્યું છે. ઉકલાએ આ આંકાડા દુનિયાભારમાં રહેલી 2G, 3G અને 4G ટેકનોલોજી પર ટેસ્ટ કરીને પોતાનુ પરિણામ બહાર પાડ્યું છે. ભારતમાં ઇન્ટરનેટની ડાઉનલોડિંગની સરેરાશ સ્પીડ 9.12Mbps છે જે વૈશ્વિક સરેરાશ (23.54Mbps)થી ઘણી નીચે છે.

ભારતમાં સ્પીડ ઓછી હોવાના આ છે મુખ્ય કારણ
ભારતમાં સતત દર મહિને લાખો નવા ગ્રહાકો ઇન્ટરનેટથી જોડાઈ રહ્યાં છે. જેનાથી ઇન્ટરનેટની સ્પીડ બનાવી રાખવામાં દબાવ વધે છે. જાણકારોના મુજબ ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોવાનું મુખ્ય કારણ સ્માર્ટફોનના ક્ષેત્રે આવી રહેલી મહાક્રાંતિ છે. દેશમાં ઇન્ટરનેટની ધીમી સ્પીડનું એક અન્ય કારણ એ પણ છે કે ગીચતામાં રહેલી વસ્તી. આ વસ્તી ઇન્ટરનેટની સ્પીડને ધીમી બનાવે છે.

ઇન્ટરનેટ ગ્રાહકોને મળી રહેલી સ્પીડ

– શ્રીલંકા: 13.95 Mbps
– પાકિસ્તાન: 13.56 Mbps
– મ્યાનમાર: 15.56 Mbps
– ભારત – 6.1 Mbps

અગ્રણી દેશો

– યુએસ: 16.31 Mbps
– યુકે: 23.11 Mbps
– જાપાન: 25.39 Mbps

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter