GSTV
Home » News » Twitterના આ નવા ફીચરથી ટૂંક સમયમાં Save કરી શકાશે Private Tweet

Twitterના આ નવા ફીચરથી ટૂંક સમયમાં Save કરી શકાશે Private Tweet

માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરે પાછલાં વર્ષે ઓક્ટોબરમાં Save For Later નામનું ફીચર લાવવાની ઘોષણા કરી હતી. આ ફીચર દ્વારા યુઝર કોઇ પણ ટ્વીટને સરળતાથી સેવ કરી શકશો. જેથી આ પ્રકારના મહત્વપૂર્ણ ટ્વીટ્સને પછીથી જોઇ શકાય.

હવે કંપનીએ ટ્વીટરના એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર તેનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચરને Bookmark નામથી લોન્ચ કરવામાં આવશે.

એક અહેવાલ અનુસાર આ ફીચરના આવવાથી દરેક ટ્વીટની ડાબી બાજુ આપવામાં આવેલા મેન્યુના વિકલ્પને સૌથી ઉપર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કરવાનો શોર્ટકટ પણ આપવામાં આવશે. હકીકતમાં બુકમાર્ક્સ ફીચરને મુમેન્ટ ટેબની નીચે સ્થિત નેવિગેશન ડ્રોર દ્વારા પણ એક્સેસ કરી શકાય છે.

હાલ આ શાનદાર ફિચર એન્ડ્રોઇડ બીટા વ4ઝન 7.29 પર કામ કરે છે. તેની ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરી થઇ ગયાં પછી સામાન્ય યુઝર્સ પણ આફિચરને એક્સેસ કરી શકશે.

Related posts

શું તમે જાણો છો ફોનની બેટરી પર mAh શા માટે લખ્યું હોય છે?એક ક્લિકે જાણો તેનો અર્થ

Bansari

આગામી તબક્કામાં MPની 6 સીટો પર વોટિંગ, કોંગ્રેસ કરતાં વધુ કમલનાથની પરીક્ષા

Mayur

B’day Special: 20 કરોડનું એપાર્ટમેન્ટ, 35 કરોડ ફીસ, 85 લાખની ગાડી અને….કંઇક આવા છે વરુણ ધવનના ઠાઠ!

Bansari