ફટાકડા પર પ્રતિબંધ તો આજાન પર સેક્યુલર મૌન કેમ : ત્રિપુરાના ગર્વનર

ફટાકડા પર લાગેલા પ્રતિબંધને લઈને ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયની પ્રતિક્રિયા આવી છે. તેમણે દીવાળી પર ફાટાકડા ફોડવાનું સમર્થન કરતા કહ્યું છે કે દીવાળી પર ફટાકડાથી થનારા ધ્વનિ પ્રદૂષણ પર જંગ છેડાઈ જાય છે. પરંતુ સવારે સાડા ચાર વાગ્યે થનારી આજાન પર કોઈ વાત કરાતી નથી.

મંગળવારે તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે દર વર્ષે દીવાળીના ફાટકાડાથી ફેલાતા ધ્વનિ પ્રદૂષણને લઈને જંગ છેડાઈ જાય છે. વર્ષના માત્ર થોડાક દિવસો સુધી પરંતુ સવારે સાડા ચાર વાગ્યાથી લાઉડ સ્પીકર પર થનારી આજાનને લઈને કોઈ ચર્ચા થતી નથી.

તથાગત રોયે અન્ય એક ટ્વિટમાં ક્હ્યુ છે કે આજાનથી ફેલાતા ધ્વનિ પ્રદૂષણ પર સેક્યુલર લોકોનું ચુપ રહેવું તેમને આશ્ચર્ય પમાડનારું છે. તેમણે ક્હ્યુ છે કે કુરાન અને હદીસમાં કહેવામાં આવ્યું નથી કે લાઉડ સ્પીકર દ્વારા આજાન પઢવામાં આવે અથવા પઢાવવામાં આવે. મુઅજ્જિન મિનારાઓ પરથી આજાન પઢે છે. તેના માટે મિનારા બનાવાયેલા છે. આવી રીતે લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરવો ઈસ્લામ વિરોધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter