MOBILE ચોરી કે ખોવાઇ ગયો છે ? શોધવાની છે આ સરળ ટ્રિક

આજના ટેક્નોલોજીના યુગમાં મોબાઇલ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. મોબાઇલ વિના જીવવું માનવી માટે મુશ્કેલી ભર્યું બન્યું છે. ત્યારે જો અચાનક તમારો ફોન ગુમ કે ખોવાઇ જાય તો. આ વિચાર જ અકલ્પનિય છે ત્યારે હવે તમારે મોબાઇલના ચોરી થવા પર કે ગુમ થવા પર ચિંતિત બનવાની જરૂર નથી. અહીં દર્શાવેલી કેટલીક ટ્રિક્સ દ્વારા તમે સમય રહેતા પોતાનો ગુમ થયેલો કે ચોરી થયેલો મોબાઇલ પરત મળેવી શકો છો.

ઇન્ટરનેટ પર કેટલીય વેબસાઇટ છે જે તમને તમારો ખોવાઇ ગયેલ કે ચોરી થયેલો મોબાઇલ પરત મેળવવામાં મદદ કરે છે. આપ આ વેબસાઇટ્સની મદદ લઇ શકો છો. આ માટે તમારે મોબાઇલ સર્વિલાન્સ પર લગાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા પણ નહી ખાવા પડે.

યુઝર્સે આ વેબસાઇટ્સ પર પોતાના ફોનનો આઇએમઇઆઇ નંબર રજિસ્ટ્રેશન કરવો પડશે. જ્યારે નવો ફોન ખરીદો તો, સૌથી પહેલા તમારો ફોનનો આઇએમઆઇ નંબર *#06# પર ડાયલ કરી નોટ કરાવી લો. તે બાદ અહીં આપેલી વેબસાઇટ્સ પર રજિસ્ટ્રેશન કરાવો અને પોતાનો ગુમ થયેલ મોબાઇલ શોધી લો.આ વેબસાઇટ્સ દ્વારા તમે તમારો ગુમ કે ખોવાઇ ગયેલો ફોન પાછો મળેવી શકો છો.

www.bhartiyamobile.com
www.microlmts.net
www.trackimei.com
www.in.blackberry.com
www.lookout.com

તમારો ફોન ગુગલ એકાઉન્ટથી સિંક કરો

એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર (એન્ડ્રોઇડ) અથવા આઇફોન (આઇઓએસ) ગુમ થવા કે ચોરી થવાની સ્થિતિમાં તમારે આ ટ્રિકનો ઉપયોગ કરવો જોઇએ. ગૂગલના એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ (OS)માં  ઇન-બિલ્ડ ટ્રેકર રહેતો હોય છે.  તેથી તમારે આ માટે અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.  તેના ઉપયોગ કરવા માટે તમારે ADMને ઓન કરવો પડશે તથા તમારો પોતાનો ફોનને લોક અથવા ક્લિન કરવાની પરમિશન આપવાની રહેશે. તેના બાદ તમારે ફોનને ગૂગલ એકાઉન્ટ સાથે સિંક કરવાનો રહેશે અને ઇન્ટરનેટથી કનેક્ટ કરવો.

ટ્રેક માય ફોન ફીચરનો ઉપયોગ કરવો

ફોન ખોવાની કે ચોરી થવાની સ્થિતિમાં તમારે ટ્રેક માય ફોન ફીચરનો ઉપયોગ વેબ અથવા કોઇ બીજા મોબાઇલથી કરી શકાય છે.  ગૂગલ પર ટ્રેક માઇ ફોન લખીને સર્ચ કરવા પર વિકલ્પ આવશે અથવા એન્ડ્રોઇડ ફોનમાં એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર એપને ડાઉનલોડ કરી ફોનને ટ્રેક કરી શકાય છે. તેમાં જીમેલ આઇડીથી લોગઇન કરી શકાય છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું :

1) દરેક મોબાઇલ અથવા સ્માર્ટફોનનો આઇએમઆઇ નંબર હોય છે.

2) પોતાના ફોનથી #06# ડાયલ કરી ફોનનો આઇઇએમઆઇ નંબર વિશે જાણી શકાય છે.

3) આ નંબરને હમેંશા સુરક્ષિત જગ્યાએ નોટ કરીને રાખવો જોઇએ. ભવિષ્યમાં મોબાઇલ ખોવાઇ જવાની કે ચોરી થવાની સ્થિતિમાં આ નંબર તમને કામ આવશે.

4) આ નંબરથી તમે તમારો ફોન ટ્રેક કરી શકો છો.

5) આઇએમઇઆઇ નંબર જોવા માટે હેન્ડસેટની બેટરી નીકાળી ફોનના પેનલમાં લગાવી સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter