દેશમાં ટ્રાન્સપોર્ટસની હડતાળથી થંભ્યુ સુરત, 43 હજારથી વધુ પાર્સલો અટવાયા

દેશમાં ટ્રાન્સપોર્ટસની અચોક્કસ મુદતની હડતાળ ચાલુ છે ત્યારે આ હડતાળની સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. સુરતની ટેક્સટાઇલ્સ માર્કેટોમાં પાર્સલોના ઢગ ખડકાઈ ગયા છે. સુરતથી રોજિંદી 400 થી 500 ટ્રક પાર્સલો લઈ રાજ્ય બહાર જાય છે. પરંતુ દેશવ્યાપી હડતાળના પગલે સુરતમાં 43 હજારથી વધુ પાર્સલો અટવાયા છે. રોજિંદા ડીઝલ ભરાવતા ટ્રકોમાં 70 ટકાનો ઘટાડો થયો છે. હજીરા વિસ્તારની ટ્રકો પણ સદંતર બંધ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter